
કોહલીએ ૩૮ બોલમાં ૬૯ રન ફટકાર્યા.વિરામને કારણે વધુ તાજગી અને રોમાંચ સાથે રમું છું : વિરાટ કોહલી.કેવિરાટ કોહલી ગયા વર્ષની આઇપીએલની ફાઈનલ બાદ પ્રથમ વખત કોઈ પણ લેવલની ટી૨૦ મેચ રમી. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૨૦૨૬ની ટી૨૦ ક્રિકેટ સિઝનની પહેલી જ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને શાનદાર વિજય અપાવનારા વિરાટ કોહલીએ ‘બર્નઆઉટ’ થી બચવા માટે વિરામ જરૂરી હોવાની હિમાયત કરી છે. ભારતના આ સુપર સ્ટાર બેટર વિરાટ કોહલીનું માનવું છે કે નિયમિત અંતરે રમતથી દૂર રહેવાથી તેને માનસિક રીતે તાજગી જાળવી રાખવામાં અને થાકથી બચવામાં મદદ મળી છે. ૨૦૨૬ની આ ટી૨૦ લીગની પ્રથમ મેચમાં જ કોહલીએ તેની ૨૮મી અડધી સદી ફટકારીને આ વાત સાબિત કરી દીધી હતી. જ્યાં શનિવારે તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે અણનમ ૬૯ રન ફટકાર્યા હતા. શનિવારે રમાયેલી સિઝનની પ્રારંભિક મેચમાં કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી અને માત્ર ૩૮ બોલમાં ૬૯ રન ફટકારીને ટીમને ૨૦૨ રનનો ટારગેટ આસાનીથી ચેઝ કરવામાં મદદ કરી હતી. વિરાટ કોહલી ગયા વર્ષની આઇપીએલની ફાઈનલ બાદ પ્રથમ વખત કોઈ પણ લેવલની ટી૨૦ મેચ રમી રહ્યો હતો. આમ દસ મહિનાના લાંબા ગાલા બાદ પણ તેની રમતમાં ક્યાંય પણ લયનો અભાવ દેખાતો ન હતો.
અલ્પ-તૈયારી અંગેની ચિંતાઓને ફગાવતા કોહલીએ જણાવ્યું હતું કે છેલ્લા ૧૫ વર્ષમાં જે પ્રકારનો કાર્યક્રમ રહ્યો છે અને મેં જેટલું ક્રિકેટ રમ્યું છે તે જાેતા મારા માટે હંમેશા ઓછી તૈયારી કરતા ‘બર્નઆઉટ’ થવાનું જાેખમ વધુ હતું. તેથી આ વિરામે મને ઘણી મદદ કરી છે. હું તાજગી અનુભવું છું અને રમવા માટે ઉત્સાહિત રહું છું.” ૩૭ વર્ષીય કોહલીએ ભારપૂર્વક કહ્યું હતું કે તે ક્યારેય ૧૦૦ ટકાથી ઓછી તૈયારી સાથે મેદાન પર પાછો ફરતો નથી. તેણે ઉમેર્યું હતું કે વધારાનો આરામ તેને માનસિક રીતે સજ્જ થવામાં મદદ કરે છે, જેથી તે મેદાન પર ૧૨૦ ટકા પ્રદર્શન આપી શકે છે. ટેસ્ટ અને ટી૨૦૦ ઇન્ટરનેશનલ્સમાંથી નિવૃત્ત થઈ ગયેલા કોહલીએ સ્પષ્ટ કર્યું હતું કે તે માત્ર નામ ખાતર ટીમમાં રહેવા માંગતો નથી. તેના મતે શારીરિક ફિટનેસ અને માનસિક ઉત્સાહ જ્યારે મળે છે, ત્યારે જ ટીમમાં યોગદાન આપી શકાય છે. તેણે આ અંગે કહ્યું હતું કે ખેલાડી તરીકે તમારો ઉદ્દેશ્ય માત્ર ટીમમાં સ્થાન જાળવી રાખવાનો નહીં પણ સતત પ્રદર્શન કરવાનો હોવો જાેઈએ. ટી૨૦ ફોર્મેટમાં લાંબા ગાળા પછી પરત ફરવા છતાં લય કેવી રીતે જળવાઈ રહી છે.




