
એન હેથવેની પીપલ મેગેઝિનદ્વારા ૨૦૨૬ માટે વિશ્વની સૌથી સુંદર સ્ટાર તરીકે પસંદગી ફિલ્મના ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલાને દેખાવ કરતાં વધુ શક્તિ અને સ્ટન્ટ માટેની તૈયારી પર ભાર મૂક્યો હતો એન હેથવેને પીપલ મેગેઝીન દ્વારા ૨૦૨૬ માટે વિશ્વની સૌથી સુંદર સ્ટાર તરીકે જાહેર કરવામાં આવી છે, જે તેનાં લાંબા હોલિવૂડ કૅરિયરમાં એક વધુ મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આ પ્રસંગે એક ગ્લેમરસ કવર ફોટોશૂટ સાથે, એન હેથવેએ પોતાના કરિયરના યાદગાર પાત્રો, જાણીતા સહ-અભિનેતાઓ સાથે કામ કરવાનો અનુભવ અને ઇન્ડસ્ટ્રીમાં બૉડી ઈમેજ તથા પરફોર્મન્સ અંગે બદલાતી ચર્ચાઓ વિશે વાત કરી હતી.આ મેગેઝીનના ઇન્ટરવ્યુમાં એન હેથવેએ ધ ડેવિલ વેર્સ પ્રાડા ૨ અંગે વાત કરતાં કહ્યું કે ફિલ્મ આજે પણ તેનાં માટે સૌથી ખાસ અનુભવોમાંની એક છે, ભલે તે સમય દરમિયાન ઘણું દબાણ હતું. તેણે પોતાનાં સહ-અભિનેતાઓ વિશે કહ્યું: એમિલી બ્લન્ટ ખૂબ જ સરસ વ્યક્તિ છે, સ્ટનલી ટુશી ખૂબ જ મજેદાર અને ઝડપી છે અને મેરીલ સ્ટેરી પ્રત્યે તે ખૂબ આદર ધરાવે છે.
તેણે કહ્યું કે મેરિલ સ્ટ્રીપ સતત પોતાની જાતને વધુ સારી બનાવવા પ્રયત્નશીલ રહે છે અને ક્યારેય પોતાની સિદ્ધિઓ પર અટકતા નથી. આ ફિલ્મની સીક્વલ ૧ મે ૨૦૨૬ના રોજ રિલીઝ થવાની છે.એન હેથવેએ ધ ડાર્ક નાઇટ રાઇઝીસ (૨૦૧૨) દરમિયાનના પોતાના અનુભવને પણ યાદ કર્યાે, જેમાં તેણે કૅટવુમનનું પાત્ર ભજવ્યું હતું. તેણે કહ્યું કે તે સમયે તેને તેનાં બૉડી ટ્રાન્સફોર્મેશન વિશે પૂછવામાં આવેલા પ્રશ્નોથી અસ્વસ્થતા અનુભવાઈ હતી, કારણ કે ધ્યાન તેનાં પરફોર્મન્સ અને તૈયારી કરતાં વજન ઘટાડા પર વધુ હતું.તેણે વધુમાં જણાવ્યું કે ફિલ્મના ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલાને દેખાવ કરતાં વધુ શક્તિ અને સ્ટન્ટ માટેની તૈયારી પર ભાર મૂક્યો હતો, પરંતુ લોકો એ વાતને સમજી શક્યા નહોતા. તેનાં મતે, આ પ્રકારના પાત્ર માટે શિસ્ત અને શારીરિક ક્ષમતા પર વધુ ચર્ચા થવી જાેઈએ.



