Earthquake: ગયા શનિવારે રાત્રે ભારતના આંદામાન સમુદ્રમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. રાત્રે 01.05 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
ભૂકંપનું કેન્દ્ર 137 કિમીની ઉંડાઈએ હતું
નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર 137 કિમીની ઉંડાઈએ હતું. તે જ સમયે, ભૂકંપના કારણે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. અફઘાનિસ્તાનમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.