
ઈરાને અમેરિકાના પાયલટને જીવતો દબોચી લીધો ઈરાને અમેરિકાનું અત્યાધુનિક F-35 ફાઈટર જેટ તોડી પાડ્યું આ ઘટના પશ્ચિમી ઈરાનના કોહગિલુયેહ અને બોયર-અહમદ પ્રાંતની આજુબાજુ થઈ છે ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે ઈરાનના આકાશમાં અમેરિકાના સૌથી આધુનિક લડાકુ વિમાન F-35 ને તોડી નાખવાનો દાવો કર્યો હતો. તેના થોડા કલાક બાદ દાવો કર્યો છે કે આ ફાઈટર જેટના પાયલટને પણ જીવતો કેપ્ચર કરી લીધો છે. તસનિમ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, હિટ થયેલા વિમાનથી ઈજેક્ટ થયા બાદ અમેરિકી પાયલટને ઈરાની સેનાએ પકડી લીધો છે. જાે આ દાવામાં થોડી પણ સચ્ચાઈ છે તો આ અમેરિકા અને ઈઝરાયેલ માટે અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો સાબિત થઈ શકે છે.
ઈરાનની ન્યૂઝ એજન્સી તસનિમના જણાવ્યા અનુસાર, આ ઘટના પશ્ચિમી ઈરાનના કોહગિલુયેહ અને બોયર-અહમદ પ્રાંતની આજુબાજુ થઈ છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે જેવું ૈંઇય્ઝ્રની એડવાન્સ સિસ્ટમે અમેરિકી ફાઈટર જેટ હ્લ-૩૫ને ટાર્ગેટ બનાવી, પાયલટે ખુદને બચાવવા માટે ઈજેક્ટ કર્યું અને ઈરાની જમીન પર લેન્ડ કર્યું. ત્યાર બાદ તે ભાગવા લાગ્યો. અમેરિકી સેનાએ પોતાના પાયલટને ઈરાનની સરહદમાંથી સુરક્ષિત બહાર કાઢવાની કોશિશ કરી, પણ એ પહેલા ઈરાની સેનાએ તેની ધરપકડ કરી લીધી.
અત્યાર સુધી ઈરાની સેના અથવા સરકાર તરફથી આ પાયલટને કેપ્ચર કરવાની કોઈ જાહેરાત નથી થઈ, પણ જાે હકીકતમાં અમેરિકી પાયલટ પકડાયો છે તો આ ટ્રમ્પ માટે બહુ મોટી હાર સાબિત થઈ શકે છે, કેમ કે હવે ઈરાન તેને લેવરેજ બનાવી પીસ ટોકમાં પોતાની શરતો મનાવી શકે છે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિમાન ફેમસ લેકનહીથ સ્ક્વોડ્રનનો ભાગ હતું. જે અમેરિકાની સૌથી ઘાતક હવાઈ તાકાતોમાંથી એક માનવામાં આવે છે. હ્લ-૩૫ અમેરિકાનું એ વિમાન છે, જેને અજેય માનવામાં આવતું હતું. ૈંઇય્ઝ્રએ દાવો કર્યો કે આ બીજું હ્લ-૩૫ છે, જેને હિટ કરવામાં આવ્યું છે. ૈંઇય્ઝ્રનું કહેવું છે કે ઘુસણખોરી કરનારાનું આ વિમાન ખતમ થઈ ગયું છે.




