
એઆઈ વિકસાવવા અબજાે ડોલરનું રોકાણ કરનારા માસાયોશીની ચેતવણી એડવાન્સ્ડ એઆઈ ખોટા હાથોમાં જશે તો માનવજાત માટે મોટા જાેખમ સર્જાશે ક્યોટોમાં અમેરિકાએ સુપર ઈન્ટેલિજન્સને વિજ્ઞાનના હથિયાર તરીકે દર્શાવતો વિઝન દસ્તાવેજ રજૂ કર્યાે
દુનિયામાં સતત વિકસિત થઈ રહેલી શક્તિશાળી એઆઈ સિસ્ટમ ખોટા હાથોમાં આવી જશે તો માનવજાત માટે અત્યંત જાેખમી બની શકે છે. હવે કોઈપણ દેશ એડવાન્સ્ડ એઆઈ સાથે પરસ્પર લડવા સક્ષમ નથી. હવે માણસને માણસ સામે લડવાનો ‘વૈભવ’ પોસાઈ શકે તેમ નથી. માણસોએ સુપરઈન્ટેલિજન્સ એઆઈ સામે એક થઈને લડવાની તૈયારી રાખવી પડશે તેમ જાપાનના અબજાેપતિ માસાયોશી સોને દુનિયાને ચેતવણી આપતા કહ્યું હતું. આ સાથે અમેરિકાએ સુપર ઈન્ટેલિજન્સને વિજ્ઞાનના હથિયાર તરીકે દર્શાવતો ક્યોટો વિઝન દસ્તાવેજ રજૂ કર્યાે હતો.એઆઈ ટેન્કોલોજી નિષ્ણાતોની સાથે હવે દુનિયામાં એઆઈના વિકાસ માટે અત્યાર સુધી સૌથી વધુ ભંડોળ ફાળવનારી જાપાનની નાણાકીય સંસ્થા સોફ્ટબેન્ક ગૂ્રપના અબજાેપતિ સ્થાપક માસાયોશી સોને પણ એઆઈના વિરોધમાં સૂર પૂરાવ્યો છે. જાપાનના ક્યોટોમાં સાયન્સ એન્ડ ટેન્કોલોજી ઈન સોસાયટી ફોરમ કાર્યક્રમમાં માસાયોશી સોને કહ્યું કે, તિવ્ર ઝડપે વિકસી રહેલી એઆઈ ટેન્કોલોજી સામે આંતરરાષ્ટ્રીય સહકાર વધારવાની જરૂર છે.તેમણે ઉમેર્યું કે, દુનિયામાં હવે દેશો ઝડપથી બદલાતી એઆઈ ટેન્કોલોજી સાથે એકબીજા સામે લડી શકે તેમ નથી. એઆઈ ખોટા હાથોમાં જાય તો માનવજાત સામે મોટા જાેખમ સજાર્ી શકે તેમ છે. એઆઈના વિકાસ માટે વર્ષાે સુધી અબજાે ડોલરનું ભંડોળ ફાળવનારી સોફ્ટબેન્કના સ્થાપકના વિચારોમાં આવેલું પરિવર્તન અસામાન્ય છે. તાજેતરના મહિનાઓમાં એડવાન્સ્ડ એઆઈ મોડેલ્સ દ્વારા સુરક્ષા ભંગની ઘટનાઓના સંજાેગોમાં સલામતી અંગે વધતી ચિંતાઓ વચ્ચે માસાયોશીએ આ ચેતવણી આપી છે.માસાયોશીના ર્નિદેશોથી સોફ્ટબેન્કે ચેટજીપીટી બનાવનારી ઓપનએઆઈમાં ૬૫ અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. તેઓ અત્યાર સુધી એઆઈ માણસનું જીવનધોરણ સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવવાની સાથે તેના પ્રચંડ આર્થિક મૂલ્યની ભલામણ કરતા હતા. આ સાથે આ કાર્યક્રમમાં વ્હાઈટ હાઉસના ઓફિસ ઓફ સાયન્સ એન્ડ ટેન્કોલોજી પોલિસીના ર્નિદેશક માઈકલ ક્રેટસિઓસે ક્યોટો વિઝન ફોર અ ગોલ્ડન એજ ઓફ સાયન્સનો દસ્તાવેજ રજૂ કરાયો હતો. આ દસ્તાવેજને જર્મની, ગ્રીસ, ઈટાલી, જાપાન, અમેરિકા સહિત ૧૭ દેશોનું સમર્થન છે.




