
અનંત સિંહને ૪૪૦ વોલ્ટનો ઝટકો અનંત સિંહને ૧ ડિસેમ્બર સુધીમાં સરન્ડર કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ સુપ્રીમ કોર્ટે તેમના જામીન લંબાવવાનો ઇનકાર કર્યો છે અને તેમને ૧ ડિસેમ્બર સુધીમાં સરન્ડર કરવાનો આદેશ આપ્યો છે બિહારના બાહુબલી નેતા અને મોકામાના ધારાસભ્ય અનંત સિંહ ઉર્ફે છોટે સરકારને સુપ્રીમ કોર્ટમાંથી જાેરદાર ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે તેમના જામીન લંબાવવાનો ઇનકાર કર્યો છે અને તેમને ૧ ડિસેમ્બર સુધીમાં સરન્ડર કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે ૩૦ ઓક્ટોબરે આ ચુકાદો સંભળાવ્યો છે. નોંધનીય છે કે, આજના દિવસે દુલારચંદ યાદવની હત્યાને એક વર્ષ પૂરુ થયું છે.
આ હત્યા કેસમાં અનંત સિંહ મુખ્ય આરોપી છે. દુલારચંદ યાદવની હત્યા ૩૦ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ થઈ હતી. અગાઉ પટના હાઈકોર્ટે આ મામલે અનંત સિંહને જામીન આપ્યા હતા. જાેકે, દુલારચંદ યાદવના પૌત્ર નીરજ કુમારે હાઈકોર્ટના આ ર્નિણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીનને રદ કરી દીધા છે અને અનંત સિંહને ૧ ડિસેમ્બર સુધીમાં સરન્ડર કરવાનો આદેશ આપ્યો છે.
મોકામાના ધારાસભ્ય અનંત સિંહને ઝટકા ઉપર ઝટકા લાગી રહ્યા છે. પહેલા જનતા દળ (યુનાઈટેડ) (JDU)એ અનંત સિંહને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ ૬ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. તેમના પત્ની અને પૂર્વ ધારાસભ્ય નીલમ દેવીને પણ ૬ વર્ષ માટે પક્ષમાંથી તગડી મૂકવામાં આવ્યા છે.
૩૦ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ ચૂંટણી રેલી દરમિયાન અથડામણ થઈ હતી, જેમાં દુલારચંદ યાદવની હત્યા થઈ હતી. આ કેસમાં મુખ્ય આરોપી તરીકે અનંત સિંહની ધરપકડ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, જેલમાં હોવા છતાં તેઓ મોકામા મતવિસ્તારમાંથી ચૂંટણી જીત્યા હતા. માર્ચ ૨૦૨૬માં તેમને જામીન મળ્યા હતા, પરંતુ પીડિત પરિવાર અને રાજ્ય સરકારે તેમના વ્યાપક ગુનાહિત ઇતિહાસને ટાંકીને આ ર્નિણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી અનંત સિંહની કાનૂની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. હવે તેમણે ૧ ડિસેમ્બર સુધીમાં સરન્ડર કરવું પડશે.




