
પસંદગીકારોની નીતિ સામે ઉઠાવ્યા સવાલ શમીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિથી રવિ શાસ્ત્રી નારાજ શમી હજુ ૩૦થી ૪૦ વિકેટ લઈ શક્યો હોત; ઘરેલુ ક્રિકેટમાં ફિટનેસ સાબિત કર્યા છતાં વધુ તક ન મળવા બદલ પૂર્વ કોચે વ્યક્ત કરી નિરાશા ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરતાં ક્રિકેટ જગતમાં ચર્ચા શરૂ થઈ છે. આ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ શમીની નિવૃત્તિ અંગે નિરાશા વ્યક્ત કરીને મ્ઝ્રઝ્રૈંના પસંદગીકારોની પસંદગી પ્રક્રિયા સામે સવાલો ઉઠાવ્યા છે. તેમના મતે, શમી જેવા અનુભવી અને મેચનું પાસું પલટી શકતા બોલરને ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક તક મળવી જાેઈતી હતી. રવિ શાસ્ત્રીએ શમીની નિવૃત્તિ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, શમી હજુ ઓછામાં ઓછી ૩૦થી ૪૦ ટેસ્ટ વિકેટ લઈ શક્યો હોત. છેલ્લા ૧૨ મહિનામાં તેને ભારતીય ટીમમાં સ્થાન મળવું જાેઈતું હતું. શાસ્ત્રીએ પસંદગીકારોને સવાલ કરતાં કહ્યું કે, જ્યારે કોઈ ખેલાડી ઘરેલુ ક્રિકેટમાં સતત રમીને પોતાની ક્ષમતા સાબિત કરી રહ્યો હોય ત્યારે તેને વધુ તક આપવી જાેઈએ. શાસ્ત્રીએ માત્ર જિમમાં કરવામાં આવતા ફિટનેસ ટેસ્ટના આધારે ખેલાડીની ક્ષમતા નક્કી કરવાની પદ્ધતિ સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમના મતે, મેદાન પર ખેલાડી કેટલા ઓવર નાખી શકે છે અને મેચ દરમિયાન કેવું પ્રદર્શન કરે છે તે વધુ મહત્ત્વનું છે. શમી બંગાળ તરફથી ઘરેલુ ક્રિકેટમાં રમ્યો હતો અને લાંબા સ્પેલ નાખીને પોતાની મેચ- ફિટનેસ સાબિત કરી હતી. આ સ્થિતિમાં તેને ટેસ્ટ ટીમમાં વધુ એક તક મળવી જાેઈતી હતી, એવો શાસ્ત્રીનો મત છે. મોહમ્મદ શમીએ ૬ નવેમ્બર, ૨૦૧૩ના રોજ વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેણે પોતાની ૧૩ વર્ષની ટેસ્ટ કારકિર્દીમાં કુલ ૬૪ મેચ રમીને ૨૨૯ વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે છ વખત એક ઇનિંગ્સમાં પાંચ કે તેથી વધુ વિકેટ લેવાની સિદ્ધિ પણ મેળવી હતી. શમીની છેલ્લી ટેસ્ટ મેચ જૂન ૨૦૨૩માં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ હતી. ત્યારબાદ ઈજાઓ અને ફિટનેસ સંબંધિત સમસ્યાઓના કારણે તેની ટેસ્ટ કારકિર્દી લાંબા સમય સુધી અટવાઈ રહી હતી.શમીએ સ્પષ્ટ કર્યું છે કે તેની નિવૃત્તિ માત્ર ટેસ્ટ ક્રિકેટ પૂરતી મર્યાદિત છે. તે વન-ડે, ટી-૨૦, આઈપીએલ અને ઘરેલુ મર્યાદિત ઓવરની ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખશે. જરૂર પડે તો ફિટનેસ જાળવવા માટે ઘરેલુ મલ્ટી-ડે ક્રિકેટમાં પણ રમવા તૈયાર છે. શમીની નિવૃત્તિ બાદ રવિ શાસ્ત્રીની પ્રતિક્રિયાએ ભારતીય ક્રિકેટમાં અનુભવી ખેલાડીઓની પસંદગી, ફિટનેસના માપદંડો અને પસંદગીકારોની નીતિ અંગે નવી ચર્ચા જગાવી છે.




