
ઉસ્માન ખ્વાઝાનો ધડાકો બોલ ટેમ્પરિંગ ૨-૩ ખેલાડી નહીં પણ આખી ઓસ્ટ્રેલિયન ટીમે કર્યું હતું ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન ઉસ્માન ખ્વાઝાએ પોતાની પુસ્તક સબ્રમાં ૨૦૧૮ના સૅન્ડપેપરગેટ કાંડ અંગે મોટો ખુલાસો કર્યો છે ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન ઉસ્માન ખ્વાઝાએ પોતાની આગામી પુસ્તક સબ્રમાં વર્ષ ૨૦૧૮ના કુખ્યાત કેપટાઉન ટેસ્ટ વિવાદ એટલે કે સૅન્ડપેપરગેટ કાંડને લઈને મોટો ઘટસ્ફોટ કર્યો છે. ખ્વાઝાએ સ્પષ્ટ કર્યું છે કે બોલ-ટેમ્પરિંગની આ ઘટના માત્ર બે-ત્રણ ખેલાડીઓની નહીં, પરંતુ સમગ્ર ઓસ્ટ્રેલિયન ટીમની ભૂલ હતી. આ મામલે સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમેરોન બેન્ક્રાફ્ટને એકલા જ બલિના બકરા બનાવવામાં આવ્યા હતા, જ્યારે બાકીની આખી ટીમ કોઈપણ સજા વગર બચી નીકળી હતી. સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને ખ્વાઝાએ જણાવ્યું હતું કે આ ત્રણ ખેલાડીઓએ છેલ્લા ૮ વર્ષથી દુનિયાભરનો ગુસ્સો, ગાળો અને ચીટરનું કલંક એકલાએ જ સહન કરવું પડ્યું છે, જે અત્યંત દુ:ખદ છે. ખ્વાઝાએ ખુલાસો કર્યો હતો કે તેમણે વર્ષ ૨૦૧૮ અને ૨૦૨૧માં સત્ય બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ૨૦૧૮માં કેપ્ટન સ્મિથે બધો દોષ પોતાના પર લઈ લીધો હતો અને ૨૦૨૧માં ઓસ્ટ્રેલિયન બોલિંગ જૂથે અજાણ હોવાનો દાવો કર્યો હતો, જેથી ટીમનું વાતાવરણ ન બગડે તે માટે તેઓ ચૂપ રહ્યા હતા.
પુસ્તકના પ્રકાશન અને ટાઈમિંગને લઈને ઉઠતા સવાલોના જવાબમાં ખ્વાઝાએ સ્પષ્ટતા કરી હતી કે જાે તેમને ફક્ત પુસ્તક જ વેચવું હોત તો તેઓ ઓસ્ટ્રેલિયાના તાજેતરના સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન જ તેને લોન્ચ કરી શકત. તેમણે પ્રવાસ પૂરો થવાની રાહ જાેઈ જેથી ટીમનું ધ્યાન ન ભટકે. ખ્વાઝાએ સ્પષ્ટ કર્યું કે તેમનો હેતુ કોઈ પર દોષનો ટોપલો ઢોળવાનો નહીં, પરંતુ પોતાના ત્રણ મિત્રોને સાચો ન્યાય અપાવવાનો અને સતત છુપાયેલું સાચું લોક સમક્ષ લાવવાનો જ હતો.




