
ભારતીય ટપાલ વિભાગ દ્વારા ટપાલ સેવાઓ સંબંધિત ફરિયાદોના ત્વરિત નિવારણ માટે ‘સર્કલ ડાક અદાલત’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ ડાક અદાલત માનનીય ચીફ પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલની અધ્યક્ષતામાં તારીખ 04-12-2026 (શુક્રવાર) ના રોજ સવારે 11:00 કલાકે, ચીફ પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ખાનપુર, અમદાવાદ – 380001 ખાતે યોજાશે.
આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયના ટપાલસેવાઓ ને લગતા મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે. વધુમાં, જે ફરિયાદીઓ ઉક્ત ‘ડાક અદાલત’માં દાલત’માં રૂબરૂ હાજર રહી શકતા નથી, તેઓ નિર્ધારિત સમયપત્રક મુજબ નજીકની મુખ્ય પોસ્ટ ઓફિસથી વીડિયો કોન્ફરન્સિંગ (VC) દ્વારા પણ તેમાં ભાગ લઈ શકે છે.
ટપાલ સેવાઓને લગતી ફરિયાદો રજૂ કરવા ઇચ્છુક ફરિયાદીઓએ પોતાની લેખિત ફરિયાદ Assistant Director Of Postal Services(કમ્પ્લેટ), કાર્યાલય : ચીફ પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલ, ખાનપુર અમદાવાદ- 380001ને મોડામાં મોડી તારીખ 01-12-2026ને મંગળવાર સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ પ્રાપ્ત થયેલ ફરિયાદો તેમજ નીતિ વિષયક મુદ્દાઓ સબંધિત ફરિયાદોની સુનાવણી કરવામાં આવશે નહિ.




