
ગુજરાત હાઈકોર્ટનો રેલવે વળતર અંગે મહત્વનો ચુકાદો રેલવે ટ્રેક ઓળંગતી વખતે અકસ્માતે મોત થાય તો રેલવેએ વળતર ચૂકવવું પડે મૃતકના પરિવારને ૯ ટકા વ્યાજ સાથે રૂ. ૮ લાખ ચૂકવવા આદેશ, રેલવે ટ્રિબ્યુનલનો ર્નિણય રદ કર્યાે ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, રેલવે ટ્રેક પર અકસ્માતમાં મૃત્યુ થાય તો ટ્રેક ક્રોસ કરવાની બેદરકારીના આધારે મૃત્યુ થયું હોવાનું કહી ભોગ બનનારના કિસ્સામાં વળતર નકારી શકાય નહીં. રેલવે ટ્રેક પર અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં વળતર નકારવાનો રેલવે ટ્રિબ્યુનલનો અભિગમ ખામીયુક્ત અને રેલવે અકસ્માત વળતર કાયદાની જાેગવાઈ વિરુદ્ધનો છે.વ્યસ્ત રેલવે સ્ટેશનો અને યાર્ડ્સ, ખાસ કરીને જ્યાં ફુટ ઓવરબ્રિજ અથવા તો દુર્ગમ, દૂર કે ભીડભાડવાળા હોય છે, ત્યાં મુસાફરો વારંવાર પ્લેટફોર્મ પર પહોંચવા અથવા પરિસરમાંથી બહાર નીકળવા માટે પાટા ઓળંગતા હોય છે. ત્યારે રેલવે તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકવા માટે આવા કૃત્યોને મુસાફરીની બેદરકારી ગણાવી તેને ગુનાહિત કૃત્ય અથવા જાતે પહોંચાડેલી ઈજા તરીકે સરખાવી શકે નહીં.રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે કપાઈને મૃત્યુ પામનાર એક યુવકના કિસ્સામાં તેના આશ્રિતોને વળતર નકારવાના રેલવે ટ્રિબ્યુનલના હુકમને હાઈકોર્ટના જસ્ટિસ દિવ્યેશ એ. જાેશીએ ગેરકાયદે અને રદબાતલ ઠરાવ્યો હતો અને મૃતક યુવકના પરિવારજનોને ૯ ટકા વ્યાજ સાથે રૂ. ૮ લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યાે હતો. રાજબહાદુર અને અન્યની યુનિયન ઓફ ઈન્ડિયા સામેની ફર્સ્ટ અપીલમાં હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો.કેસની હકીકત મુજબ, ગત તા. ૧૮ જુલાઈ, ૨૦૨૩ના રોજ યુવક કાનપુર સેન્ટ્રલથી અમદાવાદ આવતી હાવડા-ગાંધીધામ ગરબા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં માન્ય ટિકિટ સાથે મુસાફરી કરી રહ્યો હતો. ટ્રેનના જનરલ કોચમાં ભારે ભીડ અને ટ્રેનના અચાનક ઝટકાને કારણે તે ટ્રેનમાંથી પડી ગયો હતો અને ટ્રેન સાથે ઘસડાતાં ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારબાદ તે ટ્રેકની બીજી તરફ જવાનો પ્રયાસ કરતી વખતે અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ ટ્રેનની અડફેટે આવી જતાં તેનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. પરિવારજનોએ રૂ. ૮ લાખના વળતર માટે રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી, પરંતુ ટ્રિબ્યુનલ દ્વારા તા. ૭ નવેમ્બર, ૨૦૨૪ના રોજ અરજી ફગાવી દેવાઈ હતી. જેને પગલે પરિવારજનોએ હાઈકોર્ટમાં વળતર મેળવવા અપીલ કરી હતી.




