
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ગુજરાત સહિત દેશભરમાં જે રીતે મોંઘવારીએ સામાન્ય અને મધ્યમ વર્ગની કમર તોડી નાખી છે. એમાં હવે રોજેરોજ લાવી ને ખાનારા તદ્દન ગરીબ માણસ ના જીવન માં છાશ માત્ર પૌષ્ટીક અને સસ્તુ પીણું હતું એ પણ હવે મોંઘુ એટલે કે ભાવ એનો એજ રાખી એની માત્રા ઘટાડી દેવામાં આવતા ગરીબોના ભોજનમાં પીવાતી છાશ નો ઘૂંટડો મોંઘો થઈ ગયો છે.
આમ દૂધ અને દહીંના ભાવવધારા બાદ હવે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના રોજિંદા ભોજનમાં ઉપયોગમાં લેવાતી છાશમાં પણ જથ્થો ઘટાડવામાં આવતા ગ્રાહકોમાં નારાજગી ઉભી થઈ શકે છે. જ્યારે છાશ માત્ર પીણું નથી, પરંતુ અનેક પરિવારો માટે ભોજનનો સસ્તો અને જરૂરી હિસ્સો છે.ત્યારે અમૂલ ફેડરેશન દ્વારા આ નિર્ણય અંગે સ્પષ્ટતા કરવામાં આવે અને ગ્રાહકોને માત્રામાં થયેલા ઘટાડા અંગે પારદર્શક માહિતી આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ભાવ યથાવત પણ જથ્થો ઓછો? આખરે મોંઘવારીનો બોજો દર વખતે સામાન્ય ગ્રાહકના ખિસ્સા પર જ કેમ? તેવો સવાલ જનતા કરી રહી છે.
જ્યારે મળતી વિગતો મુજબ, અમૂલના ૨૦ રૂપિયાના છાશના પાઉચમાં અગાઉ ૬૫૦ ML છાશ મળતી હતી. જે હવે ઘટાડીને ૬૨૦ ML કરવામાં આવી છે. એટલે કે સીધા 30 ML નો ઘટાડો કરવામાં આવ્યો છે. તેવી જ રીતે ૫ રૂપિયાની જીરા છાશમાં અગાઉ ૧૫૦ ML મળતી હતી. જે હવે માત્ર ૧૪૦ ML મળશે. જ્યારે ૧૦ રૂપિયાના છાશના પેકેટમાં અગાઉ 300 ML છાશ મળતી હતી, જે હવે ઘટાડીને ૨૮૦ ML કરવામાં આવી છે. આમ અલગ અલગ પેકેટ માં ૧૦ થી 30 ML સુધીની માત્રા ઘટાડવામાં આવી છે. આમ ગ્રાહક પાસેથી કિંમત એટલી જ લેવાશે પરંતુ માલમાં માત્રા ઘટાડી દેવાશે.




