
ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણનનું નિવેદન બંધારણ પ્રજાસત્તાકનો મોરલ કમ્પસ, ફરજાેનું પાલન અનિવાર્ય ‘કોન્સ્ટિટ્યુશન વીક સેલિબ્રેશન્સ ૨૦૨૬’ના ઉદ્ઘાટન પ્રસંગે ૫૦ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા સહિતની સિદ્ધિઓનો ઉલ્લેખ ભારતના ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણને નવી દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઇન્ડિયા ખાતે બેનેટ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ લો દ્વારા આયોજિત ‘કોન્સ્ટિટ્યુશન વીક સેલિબ્રેશન્સ ૨૦૨૬’ની પાંચમી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે ભારતનું બંધારણ માત્ર કાનૂની દસ્તાવેજ કરતાં ઘણું વિશેષ છે અને તે પ્રજાસત્તાકનો મોરલ કમ્પસ છે. બંધારણીય મૂલ્યો માત્ર સંસ્થાઓ અને કાનૂની લખાણો પૂરતા સીમિત ન રહેતાં રોજિંદા જાહેર જીવનનો અભિન્ન ભાગ બનવા જાેઈએ તેમ તેમણે કહ્યું હતું. સંસ્થાઓની જવાબદારી, અસંમતિનું સન્માન અને નાગરિકો દ્વારા અધિકારો તથા ફરજાેના જવાબદારીપૂર્વકના ઉપયોગથી લોકશાહી ખીલે છે, તેમજ તમામ નાગરિકોના અધિકારોના રક્ષણ માટે ફરજાેનું પાલન એટલું જ મહત્વપૂર્ણ છે, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
ડૉ. બી. આર. આંબેડકરની લોકશાહીની વ્યાખ્યાને યાદ કરતાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે લોકશાહી દ્વારા રક્તપાત વિના આર્થિક અને સામાજિક જીવનમાં ક્રાંતિકારી પરિવર્તનો શક્ય બને છે. છેલ્લા દાયકામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલી પ્રગતિને તેમણે શાંત ક્રાંતિ ગણાવી હતી અને આશરે ૫૦ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા, ચાર કરોડ પાકા મકાનોના નિર્માણ, જલ જીવન મિશન હેઠળ ગ્રામીણ નળથી જળ કવરેજ ૮૨ ટકાથી વધુ થવા તેમજ સરહદી ગામોના ‘વાઇબ્રન્ટ વિલેજ’ તરીકેના ઉદભવનો ઉલ્લેખ કર્યો હતો. રાષ્ટ્રનિર્માણમાં મહિલાઓની ભૂમિકા અંગે તેમણે બંધારણ સભાના ૧૫ મહિલા સભ્યોના યોગદાન અને ‘નારી શક્તિ વંદન અધિનિયમ’નો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે દેશ હવે મહિલાઓના વિકાસથી મહિલા-નેતૃત્વ હેઠળના વિકાસ તરફ આગળ વધી રહ્યો છે.
અનુચ્છેદ ૨૧નો ઉલ્લેખ કરતાં સી. પી. રાધાકૃષ્ણને વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવવા, વિચારહીન ઉપભોક્તાવાદ ટાળવા, ટકાઉ જીવનશૈલી અપનાવવા અને ‘મિશન ન્ૈહ્લઈ’ દ્વારા પર્યાવરણ પ્રત્યે જવાબદાર બનવા આહ્વાન કર્યું હતું. ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેક્નોલોજીનો ઉપયોગ બંધારણીય મૂલ્યો મુજબ માનવતાના હિતમાં, પારદર્શિતા વધારવા અને નાગરિક સશક્તિકરણ માટે થવો જાેઈએ તેમ તેમણે જણાવ્યું હતું. કાનૂની શિક્ષણમાં બંધારણીય સંવેદનશીલતા અને નૈતિક નેતૃત્વ પર ભાર મૂકતાં તેમણે કહ્યું કે ‘વિકસિત ભારત જ્ર૨૦૪૭’ના લક્ષ્ય માટે બંધારણીય મૂલ્યો જ પાયામાં રહેવા જાેઈએ. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ, એટર્ની જનરલ આર. વેંકટરમણી અને બેનેટ યુનિવર્સિટીના આગેવાનો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.




