
ફાયર વિભાગના તમામ વાહનો જ ફિટનેસ સર્ટિફિકેટ વગરના.ફાયર વિભાગ પાસે ૧૯૩ જેટલા વાહન છે. છેલ્લા ૧૦ વર્ષથી ફિટનેસ સર્ટિફિકેટ વગર જ ફરી રહ્યા હતા.અમદાવાદ શહેરમાં ઈમરજન્સીમાં જે વાહનો મદદે પહોંચે છે એ ફાયર વિભાગના વાહનો જ ફિટનેસ વગરના હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગ પાસે રહેલા ૧૯૩ વાહન ફિટનેસ સર્ટિફિકેટ વગર જ દોડી રહ્યા હતા, પરંતુ હવે તંત્રને યાદ આવ્યું છે કે આ કામગીરી થવી જાેઈએ. શહેરમાં આગ લાગે, કોઈ ફસાઈ જાય કે પછી પ્લેન ક્રેશ થાય કે કોઈ તણાઈ જાય તો લોકો પહેલો કોલ ફાયર વિભાગને કરતા હોય છે. જેથી મદદ મળી રહે પરંતુ ફાયર વિભાગના વાહનો જ ખખડધજ હાલતમાં હોય તો ? આવી જ હાલત છે છસ્ઝ્રના ફાયર વિભાગના વાહનોની. ફાયર વિભાગ પાસે ૧૯૩ જેટલા વાહન છે. છેલ્લા ૧૦ વર્ષથી ફિટનેસ સર્ટિફિકેટ વગર જ ફરી રહ્યા હતા. બીજી તરફ આ અંગે ચીફ ફાયર ઓફિસરે જવાબ આપવાનું ટાળ્યું હતું કે જાે વાહનના ફિટનેસ સર્ટિફિકેટ ના હોય તો ઈમરજન્સી કોલમાં શું તકલીફ પડી શકે છે. પરંતુ તેમણે એ વાત સ્વીકારી હતી કે ફાયર વિભાગ પાસે રહેલા ૧૯૩ વાહનના ફિટનેસ સર્ટિફિકેટ ૧૦ વર્ષથી નહોતા, જેના સર્ટિફિકેટ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલમાં ૩૬ વાહનમાં ફિટનેસ સર્ટિફિકેટ લઈ લેવામાં આવ્યા છે, બાકી રહેલા વાહનો માટે અઠવાડિયામાં કામગીરી પૂરી કરી દેવામાં આવશે.
બીજી તરફ વિપક્ષ દ્વારા ગંભીર આક્ષેપ લગાવ્યા છે. વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા કહેવામાં આવ્યું હતું કે છસ્ઝ્રનું વાર્ષિક બજેટ ૧૫,૦૦૦ કરોડનું છે. ૧ કરોડ લોકો અહીં વસે છે. અહીં ફાયર વિભાગ જ અસલામત છે. આગના બનાવ હોય કે કોઈ પણ કોલ હોય ફાયર વિભાગ દોડતું હોય છે. ૧૯૩ વાહન પૈકી ૧૫૭ વાહન ફિટનેસ સર્ટિફિકેટ વગર છે, ૮૦ ખરાબ હાલતમાં છે. સત્તાપક્ષ ફાયર વિભાગના ટેકનોલોજીમાં અપગ્રેડ કરવા ઈચ્છી રહ્યું નથી, એવામાં ફાયરના વાહનો લોકોને બચાવવા જાય તેને અપગ્રેડ કરવા જાેઈએ અને બાદમાં તેને રોડ પર મોકલવા જાેઈએ. આમ, ફાયર વિભાગની ગંભીર બેદરકારી છે એ વાત હકીકત છે ત્યારે ભલે સરકારી વાહન હોય પરંતુ તેનું પણ ફિટનેસ સર્ટિફિકેટ હોવું જરૂરી છે, ત્યારે સવાલ એ ઉઠે છે કે ફિટનેસ વગરનું વાહન કોલમાં મોકલવામાં આવે અને સમયસર ના પહોંચી શકે અને કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ?
