
અનેક રજૂઆતો છતાં કોઈ નિરાકરણ નથી.ઉત્તર ઝોનમાં આવેલું મુઠીયા ગામ, જે વિકાસથી કોશો દૂર છે.૧૯૮૭થી કોર્પોરેશનમાં સમાવિષ્ટ થયું, પણ ૩૮ વર્ષ પછી પણ પીવાના પાણી, ગટર, રસ્તા અને સુવિધાઓનો અભાવ.અમદાવાદ કોર્પોરેશન રાજ્યનું સૌથી ધનાઢ્ય કોર્પોરેશન છે…આ કોર્પોરેશનમાં જે પણ નવા વિસ્તારો ભેળવવામાં આવે છે તેનો વિકાસ જ નથી.વાત એક એવા ગામની છે જેનો સમાવેશ તો વર્ષો પહેલા થયો પરંતુ આજ પણ ગામ પ્રાથમિક સુવિધાઓ ઝંખી રહ્યું છે.થોડા દિવસ પહેલા જ વિકાસના અભાવે એક બાળક મોતને ભેટ્યાનો આક્ષેપ લાગ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના ઉત્તર ઝોનમાં આવેલું મુઠીયા ગામ, જે વિકાસથી કોશો દૂર છે.૧૯૮૭થી કોર્પોરેશનમાં સમાવિષ્ટ થયું, પણ ૩૮ વર્ષ પછી પણ પીવાના પાણી, ગટર, રસ્તા અને સુવિધાઓનો અભાવ. GIDC આવતા કેમિકલ ડસ્ટ અને દુર્ગંધથી ગ્રામજનોનું જીવન નરક બન્યું છે. અનેક રજૂઆતો છતાં કોઈ નિરાકરણ નથી.
વિકાસથી વંચિત આ ગામમાં તાજેતરમાં વિકાસના અભાવે એક બાળકનું મોત થયું. ૨૫ ઓગસ્ટે ૮ વર્ષનો રિધમ ઠાકોર મિત્રો સાથે તળાવે ગયો. અન્ય બાળકો પરત ફર્યા, પણ રિધમ ડૂબી ગયો. ૨૪ કલાક પછી ફાયર બ્રિગેડે મૃતદેહ કાઢ્યો. ગ્રામજનોએે તળાવ પર ચાલતા અધૂરા કામ પર નારાજગી વ્યક્ત કરી..AMC કોન્ટ્રાક્ટરને વોલ બનાવવાનું સોંપ્યું, પણ કોન્ટ્રાક્ટરની વિગતો ક્યાંય નથી, સિક્યોરિટી ગાર્ડ પણ નહોતો. આ સિવાય, તળાવ પાસે ચોમાસું પાણી નિકાલ માટેના પરકોલેટિંગ વેલના કામમાં ખાડાઓથી લોકો પડતા હોવાના આક્ષેપ. તાજેતર તૈયાર આંગણવાડી પણ શરૂ નથી, જેથી લોકો વંચિત છે. ગ્રામજનો કહે છે, આ કામો પૂરા થતાં આજે રિધમ જીવતો રહેતો. આ મામલે AMCના આસિસ્ટન્ટ સીટી એન્જિનીયર હિર મોદીએ સ્થળ મુલાકાત લીધી, પણ ઓન-કેમેરા બોલવા ઇનકાર કર્યો. તેમનું ઓફ-રેકોર્ડ નિવેદન કેમેરામાં કેદ થયું.
