
આ સિસ્ટમ ધીરે ધીરે મહારાષ્ટ્ર તરફ ફંટાતા વરસાદ વરસી શકે. બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ આકાર લેતાં ફરી ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. આ સિસ્ટમના કારણે ખાસ કરીન દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસશે. મેઘરાજાએ રાજ્યમાં જાેરદાર બેટિંગ કર્યાં બાદ હાલ મોટાભાગના વિસ્તારમાં વરસાદે લગભગ વિરામ લીધો છે. કચ્છના કેટલાક વિસ્તારમાં ગઇ કાલે વરસાદ વરસ્યો હતો. આગામી ૨૪ કલાકમાં ગુજરાતમાં છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે. ભારે સાવર્ત્રિક વરસાદની શક્યતા નહિવત છે.
બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન રચાઇ રહ્યું છે. જાે આ સિસ્ટમ મજબૂત બનશે તો ગુજરાતમાં ફરી વધુ એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા જાેવાઇ રહી છે. આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે અને મહારાષ્ટ્ર તરફથી ગતિ કરે તેવી શક્યતા જાેવાઇ રહી છે. આ સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ ફંટાતા મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. આગામી ૧૫ સપ્ટેમ્બરની આસપાસ આ સિસ્ટમની અસર ગુજરાતમાં પણ વર્તાશે. જેના પગલે ૧૫ સપ્ટેમ્બરની આસપાસ ફરી ગુજરાતમાં વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થઇ શકે છે. આ સિસ્ટમ કેટલી મજબૂત બનશે તેના પર વરસાદની તીવ્રતાનો આધાર રહેશે. હવામાન વિભાગના મોડલ મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ૧૫ સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી વરસાદની શરૂઆત થઇ શકે છે. જાે કે આ રાઉન્ડમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસે તેવી શક્યતા જાેવાઇ રહી છે. વલસાડ, તાપી, નવસારી, સુરત સહિત સૌરાષ્ટ્રના વિસ્તાર પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથમાં પણ આ રાઉન્ડમાં ભારે વરસાદ વરસી શકે છે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં ૧૫ સપ્ટેમ્બર સુધી વરસાદની કોઇ શક્યતા નથી. આગામી ૧૫ સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે જ્યારે આ વિસ્તાર ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ચોમાસુ વિદાય આપવાના મૂડમાં છે. જાેકે, પર્વતોમાં વરસાદનો કહેર હજુ પણ ચાલુ છે. પંજાબના ઘણા ગામડાઓ હજુ પણ પૂરમાં ડૂબી ગયા છે. બીજી તરફ, જાે આપણે યુપી-બિહારની વાત કરીએ, તો ત્યાં ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં રાતથી જ ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો થયો છે. ચાલો જાણીએ કે આજે દેશભરમાં હવામાન કેવું રહેશે.
આજે દિલ્હીમાં હવામાન આંશિક વાદળછાયું રહેવાની ધારણા છે, અને પશ્ચિમી પવનો ૨૦ થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે, જેનાથી હળવી ઠંડક અને ભેજ બંનેનો અહેસાસ થઈ શકે છે. આજે દિવસનું મહત્તમ તાપમાન લગભગ ૩૪ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન લગભગ ૨૫ ડિગ્રી સેલ્સિયસ રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ વાદળોની હાજરીથી સૂર્યની તીવ્રતા થોડી ઓછી થશે.
