
બંને ટીમો વચ્ચે આ સિરીઝ ૨૬ ઓક્ટોબરથી રમાશે ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી ત્રણ મેચની વનડે સિરીઝ માટે ટીમની જાહેરાત કરી ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી વનડે સિરીઝ માટે પૂર્વ કેપ્ટન કેન વિલિયમસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી ત્રણ મેચની વનડે સિરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. બંને ટીમો વચ્ચે આ સિરીઝ ૨૬ ઓક્ટોબરથી રમાશે.
આ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડે કુલ ૧૪ ખેલાડીઓની પસંદગી કરી છે, જેમાં એક દિગ્ગજનું નામ પણ સામેલ છે. લાંબા સમય બાદ આ ખેલાડી ટીમમાં વાપસી કરી રહ્યો છે.
ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી વનડે સિરીઝ માટે પૂર્વ કેપ્ટન કેન વિલિયમસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તો ઓલરાઉન્ડર નાથન સ્મિથની વાપસી થઈ રહી છે, જે ઈજા બાદ મેદાન પર પરત ફરશે. વિલિયમમસન ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ બાદ ટીમમાંથી બહાર હતો.
મબત્વનું છે કે વિલિયમસને ન્યૂઝીલેન્ડ ક્રિકેટની સાથે કેઝુઅલ કોન્ટ્રાક્ટ કર્યો છે, જેનો મતલબ છે કે તે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટવાળા ખેલાડીઓની તુલનામાં વિદેશી ટી૨૦ લીગ અને બાકી ક્રિકેટ રમવા માટે વધુ સ્વતંત્ર છે. એટલે વિલિયમસને છેલ્લા સાત મહિનાથી કીવી ટીમ માટે કોઈ મેચ રમી નથી. તેની સાથે ડેવોન કોનવે, ફિન એલેન, લોકી ફર્ગ્યુસન અને ટિમ સેઇફર્ટે પણ આવો કરાર કર્યો છે.
બીજીતરફ ટીમમાં માઇકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, જેકબ ડફી, જેક ફોલ્કેસ, મેટ હેનરી, કાઇલ જેમીસન, ડેરલ મિચેલ, રચિન રવિન્દ્ર, વિલ યંગ સામેલ છે. આ સિવાય ફિન એલેન, લોકી ફર્ગ્યુસન, એડમ મિલ્ને, વિલિ ઓરૂર્ક, ગ્લેન ફિલિપ્સ અને બેન સીયર્સ ઈજાને કારણે બહાર છે.
ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ : મિશેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, જેકબ ડફી, જેક ફોક્સ, મેટ હેનરી, કાયલ જેમીસન, ટોમ લેથમ (વિકેટકીપર), ડેરિલ મિશેલ, રચિન રવિન્દ્ર, નાથન સ્મિથ, કેન વિલિયમસન, વિલ યંગ.
