
બિહારમાં પ્રચંડ જીત પછી અમિત શાહે આપ્યું નિવેદનઆ વિકસિત બિહારમાં માનનારાઓનો વિજય છેબિહારમાં જીત બાદ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ દરેક બિહારીનો વિજય છે જે “વિકસિત બિહાર” માં માને છબિહાર ચૂંટણીમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે, જ્યારે આરજેડીને સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે. આરજેડી ૨૫ બેઠકો સુધી મર્યાદિત છે, અને કોંગ્રેસ આઠમા ક્રમે રહેલી પાર્ટી બની ગઈ છે. બિહારમાં એક્સ-ફેક્ટર ગણાતા પ્રશાંત કિશોર પોતાની પાર્ટીનું ખાતું પણ ખોલવામાં નિષ્ફળ રહ્યા. બિહારમાં મોદી લહેર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એનડીએના જંગી વિજય પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, “આ ‘વિકસિત બિહાર‘માં માનનારાઓનો વિજય છે. આ પ્રદર્શનની રાજનીતિ છે.”
શાહે કહ્યું, “જ્ઞાન, પરિશ્રમ અને લોકશાહીના રક્ષકો, બિહારના લોકોને મારા હૃદયપૂર્વક સલામ. બિહારના લોકો દ્વારા દ્ગડ્ઢછ ને મળેલો આ પ્રચંડ જનાદેશ દ્ગડ્ઢછ ની વિકાસ, મહિલા સુરક્ષા, સુશાસન અને બિહારના ગરીબોના કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર જનતાની મંજૂરીની મહોર છે. છેલ્લા ૧૧ વર્ષોમાં, મોદીએ બિહાર માટે ઉદારતાથી કામ કર્યું છે, અને નીતિશ કુમારે બિહારને જંગલ રાજના અંધકારમાંથી બહાર લાવવા માટે કામ કર્યું છે. આ જનાદેશ વિકસિત બિહારની પ્રતિબદ્ધતા માટે છે.”
તેમણે વધુમાં કહ્યું, “બિહારના લોકોનો દરેક મત ઘુસણખોરો અને તેમના સહાનુભૂતિ ધરાવતા લોકો સામે મોદી સરકારની નીતિમાં વિશ્વાસનું પ્રતીક છે, જેઓ ભારતની સુરક્ષા અને સંસાધનો સાથે રમત રમે છે. જનતાએ વોટ બેંક માટે ઘુસણખોરોને રક્ષણ આપનારાઓને યોગ્ય જવાબ આપ્યો છે. બિહારના લોકોએ સમગ્ર દેશનો મૂડ પ્રતિબિંબિત કર્યો છે: મતદાર યાદી શુદ્ધિકરણ જરૂરી છે, અને તેની સામે રાજકારણ માટે કોઈ સ્થાન નથી. તેથી જ, રાહુલ ગાંધીના નેતૃત્વમાં, કોંગ્રેસ પાર્ટી આજે બિહારમાં છેલ્લા સ્થાને આવી ગઈ છે.”
ગૃહમંત્રીએ પછી કહ્યું કે આ દરેક બિહારીનો વિજય છે જે “વિકસિત બિહાર” માં માને છે. જે લોકો જંગલ રાજ અને તુષ્ટિકરણની રાજનીતિ કરે છે, ભલે તેઓ ગમે તે વેશમાં આવે, તેમને લૂંટવાનો મોકો મળશે નહીં. જનતા હવે ફક્ત “પ્રદર્શનની રાજનીતિ” ના આધારે પોતાનો જનાદેશ આપે છે. હું નરેન્દ્ર મોદી, નીતિશ કુમાર અને દ્ગડ્ઢછ ના તમામ નેતાઓ અને કાર્યકરોને અભિનંદન આપું છું. હું બૂથ સ્તરથી લઈને રાજ્ય સ્તર સુધીના તમામ મ્ત્નઁ કાર્યકરોને પણ સલામ કરું છું, જેમણે તેમના અથાક કાર્ય દ્વારા આ પરિણામને વાસ્તવિકતા બનાવી છે. હું બિહારના લોકોને અને ખાસ કરીને આપણી માતાઓ અને બહેનોને ખાતરી આપું છું કે મોદીના નેતૃત્વ હેઠળની દ્ગડ્ઢછ સરકાર તમે જે આશા અને વિશ્વાસ મૂક્યો છે તેના કરતાં પણ વધુ સમર્પણ સાથે આ જનાદેશ પૂર્ણ કરશે.




