
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન આપ્યાં.કેરળમાં ભાજપની ભવ્ય જીત, ચાર દાયકા જુનો LDF નો ગઢ ધરાશાયી.કેરળમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં BJP ની જીત : તિરુવનંતપુરમ કોર્પોરેશન જ્યાં શશી થરૂર આ લોકસભના સાંસદ છે ત્યાં ઐતિહાસિક વિજય.આજે રાજનીતિને લઇ ચોંકવનારા સમાચાર આવ્યા છે. કેરળમાં જ્યાં ભાજપની પ્રેજંસ નહીવત છે ત્યાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં BJP ની જીત થઇ છે. લેફટ અને કોંગ્રેસના ગઢમાં ભાજપે જાેરદાર ગાબડું પાડ્યું છે. જેમાં તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. આ કોર્પોરેશન ચાર દાયકાથી વધુ સમયથી લેફ્ટ પાસે એટલે કે, LDF (લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ) પાસે હતું. તો આ વિસ્તાર જે લોકસભામાં આવે છે ત્યાં પૂર્વ કેન્દ્રીય મંત્રી શશી થરૂર(કોંગ્રેસ) આ લોકસભા બેઠક પરથી સતત ચાર વખત સાંસદ તરીકે ચૂંટાયા છે.
લેફ્ટ અને કોંગ્રેસના ગઢમાં પણ ભાજપની જીત BJP માટે ખુબ મહત્વની છે. ભાજપની આ જીતથી કેરળના રાજકારણમાં રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. અત્યાર સુધી ભાજપને કેરળના નામે ટોણો મારવામાં આવતો કે, અહીંયા કેમ જીતી શકતા નથી? પરંતુ આ જીતથી ભાજપે લેફ્ટ અને કોંગ્રેસ બંનેની ચિંતા વધારી દીધી છે.
તિરુવનંતપુરમ માત્ર કેરળનું વહીવટી પાટનગર જ નહીં પરંતુ રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ મતવિસ્તાર છે. રાજકીય વિશ્લેષકો માને છે કે આ જીત વિધાનસભા ચૂંટણીમાં બે કે ત્રણ બેઠકો જીતવા કરતાં ઘણી મહત્વની છે. મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી મોટી શહેરી સંસ્થામાં સત્તા મેળવવી એ સૂચવે છે કે શહેરી મતદારો પરંપરાગત રાજકીય વિકલ્પો શોધી રહ્યા છે. આ પરિવર્તન એવા રાજ્યમાં આવ્યું છે જ્યાં કોંગ્રેસ કે લેફ્ટ જ અત્યાર સુધી સત્તામાં રહ્યા છે.
આ જીત ભાજપ માટે માઈલસ્ટોન છે તો કોંગ્રેસ અને લેફ્ટ માટે વિમર્શનો વિષય. કેમ કે, નિષ્ણાત કોંગ્રેસ અને લેફ્ટની આ હાર એ તેમના સેક્યુલર રાજનીતિની હાર પણ માની રહ્યા છે. સ્થાનિક ચૂંટણીના વલણો સ્પષ્ટપણે દર્શાવે છે કે શહેરી વિસ્તારોમાં LDF સામે વધતી જતી નારાજગી છે. મ્યુનિસિપલ ચૂંટણીઓમાં શાસન, શહેરી માળખાકીય સુવિધાઓ, પારદર્શિતા અને સ્થાનિક મુદ્દાઓ પ્રત્યે મતદારોનો અસંતોષ સ્પષ્ટપણે જાેવા મળ્યો હતો.
ભાજપે આ જીતને ઐતિહાસિક જનાદેશ ગણાવ્યો છે. પક્ષના નેતાઓના કહેવા પ્રમાણે આ પરિણામ કેરળમાં ભાજપના વધતા સંગઠનાત્મક આધાર અને બદલાતા મૂડનો પુરાવો છે. ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે અને આને કેરળમાં ભાજપના ભાવિ રાજકીય ભવિષ્ય માટે મજબૂત પાયા તરીકે જાેવામાં આવી રહ્યું છે. બીજા રાજ્યના ભાજપી સમર્થકો પણ આ જીતથી ખુશ છે.
આ દરમિયાન LDF નેતૃત્વએ પરિણામોને ગંભીરતાથી લીધા છે અને આત્મનિરીક્ષણ કરવાનું કહ્યું છે. લેફ્ટ નેતાઓ કહે છે કે ચૂંટણી પરિણામોનું વોર્ડ સ્તરે વિશ્લેષણ કરવામાં આવશે અને જાે જરૂરી હોય તો સુધારાત્મક પગલાં પણ લેવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની ઐતિહાસિક જીત પર શહેરના લોકો અને પાર્ટી કાર્યકરોને અભિનંદન આપ્યા હતા. તેમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે,, “આભાર તિરુવનંતપુરમ! તિરુવનંતપુરમ કોર્પોરેશનમાં ભાજપને જે જનાદેશ મળ્યો છે તે કેરળની રાજીનીતીમાં એક ઐતિહાસિક ક્ષણ છે. લોકોને વિશ્વાસ છે કે રાજ્યના વિકાસની આકાંક્ષાને માત્ર અમારી પાર્ટી જ પૂરી કરી શકે છે. આમારી પાર્ટી આ જીવંત શહેરના વિકાસ માટે કામ કરશે અને લોકો માટે ઈઝ ઓફ લીવીંગને બેહતર બનાવશે “




