
ઓછી હાજરી હશે તો ગ્રાન્ટ કાપી લેવાશે.ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી પ્રમાણે અપાશે ગ્રાન્ટ.ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી પ્રમાણે અપાશે ગ્રાન્ટ અને લઘુમતી શાળા સહિત ગ્રાન્ટ ઈન એઈડ શાળાઓને લઈ ર્નિણય લેવામાં આવ્યો.ગ્રામ્યમાં ૫૫ ટકા, શહેરી વિસ્તારમાં ૮૦ ટકા હાજરી વિધાર્થીઓની ફરજિયાત રહેશે, હાજરી પ્રમાણે ગ્રાન્ટ કાપવાના વિસ્તૃત નિયમો જાહેર કરવામાં આવ્યા છે, ગ્રામ્યમાં ૪૦ ટકાથી ઓછી હાજરીમાં ૧૦૦ ટકા ગ્રાન્ટ કપાશે અને શહેરોમાં ૬૦ ટકાથી ઓછી હાજરીમાં ૧૦૦ ટકા ગ્રાન્ટ કપાશે, શહેરોમાં ૮૦ ટકા કરતા ઓછી હાજરીમાં ૨૫ ટકા ગ્રાન્ટ કપાશે.મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ ૨.૦ અંતર્ગત પસંદ થયેલી રાજ્યની ગ્રાન્ટ ઇન એઈડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને માળખાકીય સુવિધાઓ સંગીન બનાવવા રાજ્ય સરકાર સહાય આપશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંલગ્ન શિક્ષણ વિભાગ હેઠળની આવી ગ્રાન્ટ ઇન એઈડ સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓને આ સહાય ૮૦:૨૦ના પ્રમાણમાં આપવામાં આવશે.
ગુજરાત રાજ્યના શાળા સંચાલકો હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. શાળા સંચાલક મહામંડળની વાર્ષિક બેઠકમાં ફી નિયમન કાયદા (હ્લઇઝ્ર) અને ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતીના મુદ્દે સરકારને હાઈકોર્ટમાં પડકારવા માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. સંચાલકોએ હ્લઇઝ્ર સમક્ષ નવા સ્લેબની માગ કરી છે. પ્રાયમરી ૨૨,૦૦૦, સેકન્ડરી ૩૦,૦૦૦, સામાન્ય પ્રવાહ: ૩૫,૦૦૦, વિજ્ઞાન પ્રવાહ: ૪૦,૦૦૦ જ્ઞાન સેતુ પ્રોજેક્ટમાં ૭ ટકાના દરે વાર્ષિક વધારો કરવામાં આવે છે, તે જ રીતે હ્લઇઝ્ર સ્લેબમાં પણ વધારો આપવા માટે માંગ કરવામાં આવી છે.




