
US વિઝા એપોઇન્ટમેન્ટમાં વિલંબ.H-1B વિઝા મુશ્કેલી અંગે ભારત સરકારે અમેરિકા સાથે કરી ચર્ચા.ભારત સરકાર અમેરિકાના અધિકારીઓ સાથે સંપર્કમાં છે જેથી ભારતીયોને પડી રહેલી સમસ્યાઓ ઓછી થાય.અમેરિકાની સરકારે વિઝાધારકો માટે સોશિયલ મીડિયા વેરિફિકેશનની નવી પૉલિસી લાગુ પાડી દીધી છે. તેના કારણે હવે એચ૧-બી વિઝાધારકોના વિઝા રિન્યૂઅલની પ્રોસેસ અટકી પડી છે. અસંખ્ય લોકોની વિઝા રિન્યૂની અપોઈન્ટમેન્ટ છ-આઠ મહિનાથી લઈને એક-એક વર્ષ સુધી લંબાઈ જતાં ભારતીયો સહિત અનેક વિદેશી નાગરિકો મુશ્કેલીમાં મૂકાયા છે. જે રિન્યૂઅલ માટે ભારત આવી ગયા હતા તેમની સામે અમેરિકા પાછા કેમ ફરવું તે મોટો સવાલ ખડો થયો છે. ત્યારે આજે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા H-1B વિઝામાં આવી રહેલી પરેશાની અંગે પ્રતિક્રિયા આપવામાં આવી છે.
ભારતીયોને H-1B વિઝા એપોઈન્ટમેન્ટ રદ થવા પર પડી રહેલી મુશ્કેલી અંગે પણ સવાલ કરતાં ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ઘણા ભારતીય નાગરિકોએ વિઝા શિડ્યુઅલ અને રિ-શિડ્યુઅલ અંગે ફરિયાદ કરી છે. વિઝા આપવાનો અધિકાર જે તે દેશનો છે, તો પણ ભારતે અમેરિકાના અધિકારીઓ સામે આ મુદ્દો ઉઠાવી ચિંતા વ્યક્ત કરી છે. સ્ઈછ મુજબ આ કારણે ભણતર અને પારિવારિક જીવન પર અસર પડી રહી છે. જેથી હેરાનગતિ થઈ રહી છે. ભારત સરકાર અમેરિકાના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે જેથી ભારતીય નાગરિકોને પડી રહેલી સમસ્યાઓ ઓછી થાય અમેરિકાના ઈમિગ્રેશન વિભાગે દુનિયાભરના દૂતાવાસોને એચ૧-બી વિઝાની અપોઈન્ટમેન્ટ પાછી ઠેલવાનો આદેશ આપ્યો છે. તેના કારણે અમેરિકાની આઈટી કંપનીઓમાં કાર્યરત ભારત સહિત દુનિયાભરના વિદેશી નાગરિકો મુશ્કેલીમાં મૂકાયા છે. અસંખ્ય એચ૧-બી વિઝાધારકોના વિઝાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે અથવા તો આગામી મહિનાઓમાં પૂરી થવાની છે. એવા લોકો પોત-પોતાના દેશમાં વિઝા રિન્યૂ કરવા આવવા લાગ્યા હતા. દૂતાવાસમાં અપોઈન્મેન્ટ મેળવીને વિઝા રિન્યૂની પ્રોસેસ કરવાની હોય છે. અનેક ભારતીયો રિન્યૂઅલ પ્રોસેસ માટે ભારત આવ્યા હતા. એ પછી અચાનક અમેરિકન સરકારે આ નવું નોટિફિકેશન આપતા બધી જ અપોઈન્ટ્સ રદ્ થઈ છે અને કેટલાયને આવતા વર્ષે એપ્રિલ-મેની તો ઘણાને આવતા વર્ષે નવેમ્બર-ડિસેમ્બરની નવી અપોઈન્ટમેન્ટ આપવામાં આવી છે.
અમેરિકાની સરકારના આ તઘલખી ર્નિણયના કારણે બે મુખ્ય મુશ્કેલી સર્જાઈ છે. એક, જે લોકો અપોઈન્ટમેન્ટ માટે પોતાના દેશમાં આવ્યા હતા તેઓ પોતાના દેશમાં જ ફસાઈ ગયા છે. તેમના વિઝાની અવધિ પૂરી થતાં હવે તેઓ ફરીથી અમેરિકા જઈ શકે નહીં. બીજી મુશ્કેલી, જે લોકો અમેરિકામાં છે તેઓ આમ અમેરિકામાં રહી શકે નહીં. જાે સરકાર એની તપાસ કરે તો તેઓ મુશ્કેલીમાં મૂકાઈ શકે. વળી, એ લોકો દેશ છોડીને ક્યાંય જઈ શકશે નહીં. હવે ભારત સરકારે કરેલી રજૂઆત બાદ એચ૧-બી વિઝા ધારકો કોઈ રાહત મળે તેવા સંકેત છે.




