
ઉદ્ધવ ઠાકરેના આકરા પ્રહારવા આપી હતી.ભાજપ એક સત્તાભૂખી પાર્ટી, તકવાદ તો તેમના DNA માં છે.ઉદ્ધવ ઠાકેરેએ એવો પણ આરોપ લગાવ્યો કે ભાજપ કોઈ હિન્દુત્વની પાર્ટી નથી, તે સત્તા માટે પાગલ છે.મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે હલચલ જાેવા મળી રહી છે. એકબાજુ જ્યાં અંબરનાથમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધનના સમાચારો વહેતા થતા હડકંપ મચ્યો હતો ત્યાં જાે કે કોંગ્રેસે સાથ આપનારા કોર્પોરેટરોને સસ્પેન્ડ કર્યા અને આ કોર્પોરેટરો ભાજપમાં પણ જાેડાઈ ગયા. આ બધા વચ્ચે હવે શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે અને તેને હિન્દુત્વ સમર્થક પાર્ટી ગણવાની ઘસીને ના પાડી દીધી. તેમણે ભાજપને સત્તા ભૂખી પાર્ટી ગણાવી અને કહ્યું કે મહારાષ્ટ્રની રાજકીય સંસ્કૃતિને તેણે નુકસાન પહોંચાડ્યું.
ઉદ્ધવ ઠાકરેએ જનસંઘના ઈતિહાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે પાર્ટી સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલનમાં મોડેથી જાેડાઈ હતી અને લાભ મળતા જ સૌથી પહેલા તેમાંથી બહાર નીકળી ગઈ હતી. ઠાકેરેએ એવો પણ આરોપ લગાવ્યો કે ભાજપ કોઈ હિન્દુત્વની પાર્ટી નથી. તે સત્તા માટે પાગલ છે. તકવાદ તેમના ડીએનએમાં છે. સત્તામાં રહેવા માટે તેઓ કોઈની પણ સાથે એટલે સુધી કે ગુંડાઓ સાથે પણ હાથ મિલાવવા માટે તૈયાર હોય છે.
ઉદ્ધવ ઠાકરેએ તો ભાજપની સરખામણી પણ એક કોષીય અમીબા જેવા જીવ સાથે કરી નાખી કે જે પોતાના રસ્તામાં આવનારી દરેક વસ્તુ ગળી જવા માંગે છે. અકોટ મ્યુનિસિપલ કાઉન્સિલમાં છૈંસ્ૈંસ્ સાથે ભાજપના ગઠબંધન પર તેમણે તેને ભાજપનું લવજેહાદ ગણાવ્યું. ઠાકરેએ એવો પણ આરોપ લગાવ્યો કે ભાજપના કેટલાક મંત્રીઓ બીફ (ગૌમાંસ) ખાય છે આમ છતાં હિન્દુત્વ પર બીજાને ઉપદેશ આપે છે. તેમણે કહ્યું કે નગર નિગમની ચૂંટણીઓમાં હિન્દુ-મુસલમાન નહીં પરંતુ વહીવટ અને શાસન મહત્વના મુદ્દા હોવા જાેઈએ. અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં બીએમસીની ચૂંટણીઓ નજીક છે. આવામાં રાજ્યના વર્તમાન રાજકારણ પર ચિંતા વ્યક્ત કરતા પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે બીએમસી ચૂંટણી વિચિત્ર માહોલમાં થઈ રહી છે. નિષ્પક્ષ ચૂંટણીની આશા જતાવતા તેમણે કહ્યું કે એક સમયે શાલીનતા અને શિષ્ટાચાર એ મહારાષ્ટ્રના રાજકારણની ઓળખ હતી પરંતુ હવે સંપૂર્ણ રીતે સ્થિતિ બગડી ગઈ છે. મુંબઈની ઓળખ અને ભાષાવાળા મુદ્દાઓ પર ઠાકરેએ આકરું વલણ પણ અપનાવ્યું. તેમણે કહ્યું કે મુંબઈનો મેયર મરાઠી જ હશે.
ઠાકરેએ એવો પણ સવાલ ઉઠાવ્યો કે ભાજપ મુંબઈ શહેર પર હિન્દી અને અન્ય ભાષાઓ કેમ થોપવાની કોશિશ કરે છે. ઘાટકોપરને ગુજરાતી ભાષી વિસ્તાર ગણાવવા બદલ પણ તેમણે આપત્તિ જતાવી. તેમણે રાજ્ય સરકાર પર મુંબઈ પર લગભગ ત્રણ લાખ કરોડ રૂપિયાનું કરજ લાદવાનો અને શહેરના સંસાધનોની લૂંટ મચાવવાનો આરોપ લગાવ્યો. તેમણે એમ પણ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં મુંબઈમાં મરાઠી લોકોને ધમકાવવાની ઘટનાઓ વધી છે. ભેદભાવ થઈ રહ્યો છે. તેમના જણાવ્યાં મુજબ ભાજપના નેતાઓનું વર્તન એટલા માટે બદલાયું છે કારણ કે તેમના બોસ દિલ્હીમાં બેઠા છે.




