
આમ આદમી પાર્ટીને જુનાગઢમાં મોટો ફટકો.આમઆદમી પાર્ટીથી રાજીનામુ આપનાર કરસનદાસ બાપુ કોંગ્રેસમાં જાેડાશેતેઓએ કોંગ્રેસના અમિત ચાવડા અને મુકુલ વાસનિક સાથે મુલાકાત કરી : મુલાકાત બાદ ફોટો વાયરલ થયા.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં હવે હલચલ શરૂ થઈ ગઈ છે. આવામાં જુનાગઢના રાજકારણમાં ભારે ગરમાવો આવવાનો છે. કારણ કે, કરશન બાપુ ભાદરકા આમ આદમી પાર્ટીને અલવિદા કરીને કોંગ્રેસમાં જાેડાશે તેવી જાહેરાત કરી દીધી છે.
જાણીતા સામાજિક કાર્યકર્તા કરશન બાપુ ભાદરકા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડવા જઈ રહ્યાં છે. તેઓ છેલ્લાં કેટલાક સમયથી આમ આદમી પાર્ટીમાંથી નારાજ હતા. જેના બાદ તેઓએ કોંગ્રેસના અમિત ચાવડા અને મુકુલ વાસનિક સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ ફોટો વાયરલ થયા હતા.
વાયરલ પોસ્ટ બાદ આજે તેઓએ કોંગ્રેસમાં જાેડાશે તેવી જાહેરાત કરી છે. ત્યારે જુનાગઢમાં થયેલા આ પક્ષપલટાથી સ્થાનિક ચૂંટણી પહેલા ભારે ઉથલપાથલ સર્જાશે. હાલ જુનાગઢ ગુજરાતના રાજકારણનું એપીસેન્ટર બન્યું છે.
કરશન બાપુ ભાદરકા લાંબા સમયથી આમ આદમી પાર્ટી વિરોધી સૂર આલાપી રહ્યા હતા. ગત વર્ષે કરશનદાસ બાપુએ અરવિંદ કેજરીવાલ પર ખેડૂતોના ખંભે બંદૂક ફોડીને રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો. કરસનદાસ બાપુએ અરવિંદ કેજરીવાલને ખોટા અને જુઠ્ઠા વ્યક્તિ ગણાવીને તેમની ગુજરાત મુલાકાતને રાજકીય પ્રેરિત ગણાવી હતી. કોંગ્રેસમાં જાેડાતા પહેલા કરશનદાસ બાપુ ભાદરકાએ જણાવ્યું કે, અનેક પરિબળો હતા, જેના કારણે આપ પાર્ટી છોડવી પડી. બુઠ્ઠી છરી લઈને ટ્ઠટ્ઠॅ લડવા નીકળી છે. ખેડૂતોના નામે રાજકારણ ક્યારેય શક્ય નથી. આપમાં મારા ચાર વર્ષ બરબાદ રહ્યા. આમ આદમી પાર્ટીમાં મારે કોઈ વ્યક્તિગત વિરોધ નથી. વિઝન વગર લોક હિતના પ્રશ્નોને વાચા કેવી રીતે આપી શકાય. હું પહેલા હજેૈ માં હતો, હવે કોંગ્રેસમાં જાેડાવું છું. આમ આદમી પાર્ટી ભાજપના હથિયાર તરીકે કામ કરે છે. આભાષીથી વાસ્તવિકતા તરફ માટે વિઝન હોવું જાેઈએ.




