
સિંગતેલમાં એક મહિનામાં ૨૦૦ રૂપિયાનો વધારો.ખાદ્યતેલના ભાવમાં છેલ્લા એક મહિનામાં સતત ભાવ વધારો.કપાસ-મગફળીના ઉત્પાદનમાં ગુજરાત મોખરે હોવાના સરકારના દાવા, છતાં પણ સિંગતેલ-કપાસિયા તેલના ભાવમાં ભડકો.મોંઘવારી સાતમા આસમાને પહોંચી છે. સરકારના અંકુશ છતા તેલિયા રાજાઓ પોતાની મનમાની કરી રહ્યાં છે. જેનું પરિણામ એ છે કે, મગફળીનું વિક્રમજનક ઉત્પાદન છતાં ખાદ્યતેલના ભાવ સતત વધી રહ્યાં છે. રાજકોટમાં ખૂલતા બજારે સિંગતેલના ભાવ સતત વધી રહ્યાં છે. સિંગતેલમાં એક દિવસમાં ૪૦ રૂપિયાનો વધારો થયો છે. તો માત્ર એક મહિનામાં સિંગતેલમાં ૨૦૦ રૂપિયાનો વધારો થયો છે. એટલું જ નહિ, કપાસના ઉત્પાદનમાં તો ગુજરાત મોખરે છે,
એક તરફ ગુજરાત સરકાર મગફળીનું વિક્રમીજનક ઉત્પાદનનો દાવો કર છે. પરંતું તેની અસર સિંગતેલના ભાવ પર ક્યાંય દેખાતી નથી. સિંગતેલના ડબ્બાના ભાવમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. મગફળીનું ઉત્પાદન ૩૦ ટકા વધવા છતા જનતાને સિંગતેલના ભાવમાં કોઈ રાહત મળી નથી રહી. સિંગતેલના ભાવમાં એક મહિનાથી સતત વધારો થઈ રહ્યો છે. સિંગતેલમાં એક જ દિવસમાં ૪૦ રૂપિયાનો વધારો થયો છે. તો ૨૨ ડિસેમ્બરથી આજ સુધી લઈને સિંગતેલના ભાવમાં ૨૦૦ રૂપિયાનો વધારો ઝીંકાયો છે. જ્યારે કપાસિયા તેલમાં ૧૧૫ રૂપિયાનો વધારો જાેવા મળ્યો છે, પામતેલમાં ૧૦૫ રૂપિયાનો વધારો જાેવાયો છે અને કોપરેલ તેલમાં ૫૦૦ રૂપિયાનો ઘટાડો અત્યાર સુધી જાેવાયો છે.
તેલ માફિયાઓ સ્થાનિક બજારમાં બેસ્ટ ક્વોલિટીની મગફળીની અછત હોવાનું બહાનુ જણાવે છે. જેને કારણે તેલના ભાવમાં સતત ઉછાળો આવી રહ્યો છે. સિંગતેલની સાથે કપાસિયા તેલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. કપાસના ઉત્પાદનમાં ગુજરાત મોખરે હોવા છતાં સરકાર ખાદ્યતેલોના ભાવ પર અંકુશ લાવી શક્તી નથી.
કાચા માલની અછતનું કારણ ધરીને વેપારીઓ સતત ભાવ વધારો કરી રહી છે. છતાં સરકારના તેલના ભાવો પર કોઈ અંકુશ નથી રહ્યા. જનતા માટે આ કમરતોડ મોંઘવારી આકરી બની રહી છે.




