
આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ મહામંત્રી સામત ગઢવીની આગેવાનીમાં ફ્રી કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના યુવાનોને સરકારી નોકરી કઈ રીતે મળી શકે, તેની સંપૂર્ણ માહિતી, માર્ગદર્શન અને મોટીવેશન આપવા માટે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના પ્રથમ બેંકવેટ ખાતે ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગાંધીનગરની પ્રખ્યાત એંજલ એકેડમીના સંચાલક “સમ્રાટ” સામત ગઢવીએ મુખ્ય વક્તા તરીકે હાજરી આપી હતી અને મુખ્ય માર્ગદર્શક તરીકે યુવાનોને સંપૂર્ણ માહિતી પૂરી પાડી હતી. સાથે સાથે આ કાર્યક્રમમાં ઉત્તર ઝોન પ્રભારી અને રાષ્ટ્રીય નેતા રાજેશ શર્મા તથા આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખ ASAP પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયા સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં સામત ગઢવીએ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ, કારકિર્દીના વિવિધ વિકલ્પો અને સફળતાના મંત્રો વિશે પ્રેરણાદાયી અને યોગ્ય માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે સામત ગઢવીએ જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમો દ્વારા યુવાનોને તેમના ભવિષ્યના માર્ગને વધુ મજબૂત અને સ્પષ્ટ બનાવવામાં મદદ મળે છે. સમગ્ર આમ આદમી પાર્ટી આ પ્રશંસનીય પહેલ માટે અભિનંદનને પાત્ર છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા. નવા શરૂ થયેલા વર્ષ 2026 માં યુવાનોને સરકારી નોકરીઓ કઈ રીતે મળે, એની સંપૂર્ણ રૂપરેખા અમે યુવાનો સમક્ષ મૂકી હતી.




