
ફેન્સે કહ્યું- ‘એક્ટર બીમાર લાગી રહ્યો છે’.અભિનેતા જાેન અબ્રાહમની ચોંકાવનારી તસવીર વાઈરલ.ફોટામાં જાેન ટીમના એક મેમ્બર સાથે પોઝ આપતો જાેવા મળે છે. જેમાં તેણે ક્લીન-શેવ અને ભૂરા વાળમાં દેખાય છે.અભિનેતા જાેન અબ્રાહમ હંમેશા તેની ફિટનેસ માટે ચર્ચામાં રહે છે. જાેન અબ્રાહમના કેટલાક નવા ફોટા વાઈરલ થઈ રહ્યા છે. આ ફોટામાં જાેનનો લુક સંપૂર્ણપણે અલગ દેખાય છે. જે જાેઈને ચાહકો તેને ઓળખી પણ શકતા નથી.ફોટામાં જાેન ટીમના એક મેમ્બર સાથે પોઝ આપતો જાેવા મળે છે. જેમાં તેણે ક્લીન-શેવ અને ભૂરા વાળમાં દેખાય છે. જાેને કાળું ટી-શર્ટ પહેરેલું હોય છે અને પોઝ આપતી વખતે હસતો જાેવા મળે છે. આ પોસ્ટ પર ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, “શું જાેને તેના વાળ પર કલર કર્યાે છે?” બીજાએ લખ્યું કે, “કેવો લાગતો હતો માણસ અને આજે તે કેવો બની ગયો છે? ધૂમ ૧માં તે ખૂબ સારો દેખાતો હતો.” કેટલાક યુઝર્સે પૂછ્યું કે, “શું જાેન બીમાર છે.” ચાહકો પણ તેના સ્વાસ્થ્ય વિશે ચિંતિત દેખાતા હતા.
કેટલાકે તો એવું પણ લખ્યું કે, “એવું લાગે છે કે જાેનનું વજન ઘટી ગયું છે. તેના ચહેરા પર કરચલીઓ દેખાઈ રહી છે.”જાેકે, કેટલાક ચાહકોએ જાેનને ટેકો આપ્યો અને ટ્રોલ્સનો જવાબ આપ્યો. એકે લખ્યું કે, “જાેનને એકલો છોડી દો. તે ૫૪ વર્ષનો છે. લોકો આ ઉંમરે બદલાય છે. તેને જજ ન કરો. લવ યુ જાેન અબ્રાહમ.”જાેન છેલ્લે “તેહરાન” ફિલ્મમાં જાેવા મળ્યો હતો, જેમાં તેણે સ્પેશિયલ ઓફિસર રાજીવ કુમારની ભૂમિકા નીભાવી હતી. આ ફિલ્મમાં નીરુ બાજવા, માનુષી છિલ્લર અને મધુરિમા તુલી જેવા સ્ટાર્સ પણ હતા. જાેન આગામી ફિલ્મ “ઓસ્લો: અ ટેલ ઓફ પ્રોમિસ” માં જાેવા મળશે, જે એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ છે જેનું સત્તાવાર ટીઝર રિલીઝ થઈ ગયું છે. એવા પણ અહેવાલો છે કે, તે રાકેશ મારિયાની બાયોપિકમાં દેખાશે. તેમજ “ફોર્સ ૩”માં પણ કામ કરી રહ્યો હોવાનું જણાય છે.




