
બેબી શાવરનો વીડિયો વાયરલ ઈન્ડિયાનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ પિતા બનવાનો છે સૂર્યકુમાર-દેવીશાના લગ્નને લગભગ ૧૦ વર્ષ થયા છે સૂર્યકુમાર યાદવ પિતા બનવાનો છે, તેની પત્ની દેવીશા શેટ્ટી ગર્ભવતી છે. તેના બેબી શાવરનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સૂર્યકુમારની પત્નીની ગર્ભાવસ્થાના સમાચાર સૌપ્રથમ T20 વર્લ્ડ કપ દરમિયાન સામે આવ્યા હતા, પરંતુ આ વીડિયો સામે આવ્યા પછી હવે આ સમાચારની સત્તાવાર પુષ્ટિ થઈ છે. સૂર્યકુમાર અને દેવીશાના લગ્નને લગભગ ૧૦ વર્ષ થયા છે.
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતે ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ૨૦૨૬ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. બેબી શાવર સમારોહના એક દિવસ પહેલા સૂર્યકુમારે ICC પ્રમુખ જય શાહ અને કોચ ગૌતમ ગંભીર સાથે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી. તેઓ તેમની સાથે વર્લ્ડ કપ ટ્રોફી પણ લઈ ગયા હતા. બધાએ બાપ્પાના આશીર્વાદ લીધા હતા.
વાયરલ વીડિયોમાં સૂર્યકુમાર યાદવ તેની પત્ની દેવીશા શેટ્ટી સાથે એન્ટ્રી કરતા જાેવા મળે છે. નોંધનીય છે કે સૂર્યકુમાર અને દેવીશા ૭ જુલાઈ, ૨૦૧૬ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. તે સમયે સૂર્યકુમાર ફક્ત IPL રમી રહ્યો હતો. તેણે તેમના લગ્નના લગભગ પાંચ વર્ષ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એન્ટ્રી કરી હતી.
સૂર્યકુમાર યાદવ હાલમાં T20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે અને તેમના નેતૃત્વમાં જ ભારતે ઐતિહાસિક વર્લ્ડ કપ જીત મેળવી હતી. ભારત ઘરઆંગણે T20 વર્લ્ડ કપ જીતનાર પ્રથમ દેશ બન્યો. વધુમાં ભારત સતત T20 વર્લ્ડ કપ જીતનાર પ્રથમ દેશ પણ છે.
સૂર્યકુમાર આગામી ૈંઁન્માં જાેવા મળશે, જ્યાં તે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની વાત કરીએ તો, સૂર્યકુમારે ૧૧૩ T20 મેચોમાં ૩,૨૭૨ રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેણે ૪ સદી અને ૨૫ અડધી સદી નોંધાવી છે. ૩૭ ODI મેચોમાં તેણે ૭૭૩ રન બનાવ્યા છે. વધુમાં તેણે એક ટેસ્ટ મેચ રમી છે.IPL સૂર્યકુમાર યાદવે ૧૬૬ મેચોમાં ૪૩૧૧ રન બનાવ્યા છે, જેમાં ૨ સદી અને ૨૯ અડધી સદીનો સમાવેશ થાય છે.




