
અમદાવાદમાં EDની મોટી કાર્યવાહી.પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝનના પૂર્વ એન્જિનિયરની ૧.૫૮ કરોડની સંપત્તિ જપ્ત.અમેરિકન નાગરિકોને છેતરવા ગેરકાયદે ચાલી રહેલા કોલ સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યા હતા.અમદાવાદમાં ગઈકાલે સોમવારે હૈદરાબાદની ED ની ટીમ દ્વારા અમેરિકન નાગરિકોને છેતરવા ગેરકાયદે ચાલી રહેલા કોલ સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યા હતાં. ત્યાર બાદ ED દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રેલવેના પૂર્વ એન્જિનિયર સામે ED એ સપાટો બોલાવ્યો છે. વેદપ્રકાશ અને પત્નીની મિલકતો જપ્ત કરાઈ છે. ED એ ૧.૫૮ કરોડની સંપત્તિ જપ્ત કરી છે.
અમદાવાદમાં રેલવેના પૂર્વ એન્જિનિયર સામે સીબીઆઈની ફરિયાદ બાદ ઈડીએ તપાસ હાથ ધરી છે. પૂર્વ એન્જિનિયર વેદપ્રકાશ અને તેમની પત્નીની મિલકતો જપ્ત કરવામાં આવી છે. તપાસમાં નાણાંનો અંગત ઉપયોગ થયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. બે રહેણાંક ફ્લેટ પણ જપ્ત કરવામાં આવ્યા છે. દૈનિક ખર્ચામાં કૌભાંડના નાણાં વપરાયા છે. આ કેસમાં હવે પીએમએલએ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ED એ ૧.૫૮ કરોડની FD અને બેન્ક બેલેન્સને કામચલાઉ રીતે જપ્ત કર્યુ છે. અગાઉ સીબીઆઈ જબલપુરમાં અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાઈ હતી. ACB અને CBI ની ફરિયાદના આધારે ED એ સમગ્ર કેસમાં તપાસ હાથ ધરી છે.
ભ્રષ્ટાચાર થકી મેળવેલી બિનહિસાબી રકમનો ઉપયોગ દૈનિક ખર્ચા માટે કરવામા આવતો હતો. ગુનાની રકમનો એક ભાગ પરિવારના સભ્યોના બેંક ખાતામા જમા કરાયો હતો.




