
રશિયાની અમેરિકાને ખુલ્લી ચેતવણી ‘ઈરાન સાથે યુદ્ધના ભયાનક પરિણામો આવશે’ : રશિયા ઈરાન પર કોઈ પણ પ્રકારનો સૈન્ય હુમલો કરવામાં આવશે, તો તેનાથી માત્ર પ્રાદેશિક જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે વિનાશક અસરો જાેવા મળશે
મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે રશિયાએ અમેરિકા અને ઈઝરાયેલને ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી આપી છે. રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લાવરોવે સ્પષ્ટ કર્યું છે કે જાે ઈરાન પર કોઈ પણ પ્રકારનો સૈન્ય હુમલો કરવામાં આવશે, તો તેનાથી માત્ર પ્રાદેશિક જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે વિનાશક અસરો જાેવા મળશે.રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લાવરોવે એક તાજેતરના ઇન્ટરવ્યુમાં જૂન ૨૦૨૫માં થયેલા હુમલાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ‘ઈરાનની પરમાણુ સુવિધાઓને નિશાન બનાવવી એ આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. આવા હુમલાઓ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી અને પરમાણુ અપ્રસાર સંધિ ના અસ્તિત્વને જાેખમમાં મૂકે છે.’હુમલાઓને કારણે ઈરાન હવે તેની પરમાણુ સામગ્રીની ભૌતિક સુરક્ષા અંગે ગંભીરતાથી પુનર્વિચાર કરી રહ્યું છે. જાે કે, રશિયાએ ભારપૂર્વક કહ્યું છે કે આ સામગ્રી હાલમાં ૈંછઈછ ના કડક નિયંત્રણ હેઠળ છે.આ તણાવ વચ્ચે ઈરાન અને રશિયાએ પોતાની મિત્રતા વધુ મજબૂત કરી છે.
બંને દેશોએ ઓમાનના અખાત અને ઉત્તરી હિન્દ મહાસાગરમાં સંયુક્ત નૌકાદળ કવાયતની જાહેરાત કરી છે. આ કવાયતને પશ્ચિમી દેશો માટે સીધો પડકાર માનવામાં આવી રહ્યો છે.અહેવાલો અને ‘એક્સિઓસ’ના ડેટા અનુસાર, અમેરિકાએ આ વિસ્તારમાં અભૂતપૂર્વ લશ્કરી તૈયારીઓ કરી છે. ૨ વિમાનવાહક જહાજાે અને એક ડઝનથી વધુ યુદ્ધ જહાજાે તહેનાત કરાયા છે. હ્લ-૩૫, હ્લ-૨૨ અને હ્લ-૧૬ સહિત ૫૦ થી વધુ અત્યાધુનિક ફાઇટર જેટ્સ રવાના. આ ઉપરાંત ૧૫૦થી વધુ કાર્ગાે ફ્લાઇટ્સ દ્વારા સતત દારૂગોળો અને શસ્ત્રો પહોંચાડવામાં આવી રહ્યા છે.




