
કારકિર્દીના અસ્ત પછી સમજાય છે કે ખાસ કંઈ બચ્યું નથી.મોટી કમાણી છતાં કલાકારો પર સંપત્તિ ખોવાનું જાેખમ કેમ રહે છે? : તમન્ના.ઇન્ડસ્ટ્રીની અનિશ્ચિતતાઓ વિશે વિચારો વ્યક્ત કરતાં તેણે જણાવ્યું કે લાંબા ગાળાની સ્થિરતા માટે નાણાકીય જાગૃતિ જરૂરી છે.તમન્ના ભાટિયાએ માત્ર ૧૫ વર્ષની ઉંમરે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી અને છેલ્લા બે દાયકામાં વિવિધ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સફળ સફર કરી છે. એક્ટિંગ સિવાય તેણે તાજેતરમાં પોતાનો ફાઇન જ્વેલરી બિઝનેસ શરૂ કર્યાે છે, જે તેના આર્થિક આયોજન અને ઉદ્યોગસાહસિકતા તરફ વધતા ધ્યાનને દર્શાવે છે.તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તમન્નાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અનિશ્ચિતતા અને કમાણીનું યોગ્ય સંચાલન કરવાની જરૂરિયાત વિશે ખુલીને ચર્ચા કરી હતી.
તેણે સમજાવ્યું કે કારકિર્દીના સારા સમયમાં કલાકારો મોટી રકમ કમાઈ શકે છે, પરંતુ જાે તે કમાણીનું યોગ્ય રોકાણ અથવા વધારો ન કરવામાં આવે તો લાંબા ગાળે નાણાકીય જાેખમ ઉભું થઈ શકે છે.તમન્નાએ જણાવ્યું, “એ સમયે મારા પિતા મારી આર્થિક બાબતો સંભાળતા હતા. તેઓ આજે પણ મને માર્ગદર્શન આપે છે, પરંતુ એ નાજુક ઉંમરે જ્યારે મને સૌથી વધુ જરૂર હતી, ત્યારે મારા માતા-પિતા મારા ફાઇનાન્સ પર નજર રાખતાં હતાં.”તમન્નાએ કહ્યું કે કલાકારો માટે સતત મોટી કમાણી કરવી સામાન્ય વાત છે, પરંતુ યોગ્ય સમયે બચત ન કરીએ અથવા પૈસાને વધારવાના રસ્તા ન શોધીએ તો પાછળથી સમજાય છે કે બહુ ખાસ કંઈ બચ્યું નથી. તેણે રોકાણ માટે સંતુલિત પોર્ટફોલિયોનાં મહત્વ પર ભાર મૂક્યો હતો. ઇન્ડસ્ટ્રીની અનિશ્ચિતતાઓ વિશે વિચારો વ્યક્ત કરતાં તેણે જણાવ્યું કે લાંબા ગાળાની સ્થિરતા માટે નાણાકીય જાગૃતિ જરૂરી છે, કારણ કે ફિલ્મોમાં મળતી સફળતા હંમેશા સ્થિર આવકની ખાતરી આપતી નથી. પોતાના અનુભવથી તેણે શીખ્યું છે કે સિનેમા સિવાય પણ વિવિધ ક્ષેત્રોમાં રોકાણ માટે વ્યૂહાત્મક ર્નિણયો લેવા જરૂરી છે.




