
રેલવેએ કર્યો ખુલાસો હવે ૧ માર્ચથી જમ્મુથી શ્રીનગર સુધી વંદેભારત એક્સપ્રેસ ટ્રેન નહીં દોડે ઉત્તર રેલવેએ શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-શ્રીનગર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને જમ્મુ સુધી લંબાવી જમ્મુ-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ અંગે, ઉત્તર રેલવેએ કરેલી ઉત્સાહભેર જાહેરાતના કલાકો બાદ ફરીથી એક મોટો ખુલાસો કર્યો છે. આ ટ્રેન હવે ૧ માર્ચથી નહીં દોડે. અગાઉ, ઉત્તર રેલવેએ જાહેરાત કરી હતી કે, શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને જમ્મુ સુધી લંબાવવામાં આવી છે. લાંબા સમયથી ચાલતી માંગ હવે પૂર્ણ થઈ છે. આનાથી હજારો મુસાફરોને ઝડપી, સુરક્ષિત અને વધુ વિશ્વસનીય મુસાફરીનો વધુ એક વિકલ્પ મળ્યો છે.
ઉત્તર રેલવેએ જાહેરાત કરી હતી કે, જાહેર જનતાની માંગને કારણે, ઉત્તર રેલવેએ શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-શ્રીનગર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને જમ્મુ સુધી લંબાવી છે.
આનાથી જમ્મુ અને કાશ્મીર ખીણ વચ્ચે મુસાફરોની મુસાફરી વધુ સરળ બનશે. આ ટ્રેનો આ વર્ષની ૧ માર્ચથી કાર્યરત થશે.
અગાઉ જાહેરાત કરવામાં આવી હતી, કે જમ્મુ તાવી-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ (૨૬૪૦૧) સવારે ૬:૧૫ વાગ્યે ઉપડશે, શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સવારે ૮:૦૮ વાગ્યે પહોચશે, રિયાસી સવારે ૮:૨૮ વાગ્યે અને બનિહાલ સવારે ૯:૫૬ વાગ્યે પહોચશે. જ્યારે શ્રીનગર સવારે ૧૧:૧૦ વાગ્યે પહોંચશે. એ જ રીતે શ્રીનગર-જમ્મુ તાવી વંદે ભારત એક્સપ્રેસ (૨૬૪૦૨) બપોરે ૨ વાગ્યે શ્રીનગરથી ઉપડશે, બનિહાલ બપોરે ૨:૫૮ વાગ્યે પહોચશે, રિયાસી બપોરે ૪:૩૪ વાગ્યે અને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સાંજે ૫ વાગ્યે પહોચીને જમ્મુ તાવી સાંજે ૬:૫૦ વાગ્યે પહોંચશે.
ઉત્તર રેલવેએ એમ પણ જણાવ્યું હતું કે, કટરાથી જમ્મુ સુધીના એક્સટેન્શન કરવાથી, મુસાફરો હવે જમ્મુ અને શ્રીનગર વચ્ચે પાંચ કલાકથી ઓછા સમયમાં મુસાફરી કરી શકશે, જેનાથી રોડ દ્વારા મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઓછો થશે. આ પ્રદેશમાં રોડ મુસાફરી ઘણીવાર ભૂસ્ખલન, ભારે હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે વિક્ષેપનો સામનો કરે છે. વંદે ભારત સેવાઓનો વિસ્તરણ એક વિશ્વસનીય, બધા જ પ્રકારના હવામાનમાં ઉપલબ્ધ વિકલ્પ પૂરો પાડે છે. જે સલામતી, આરામ અને સમયસરતા સુનિશ્ચિત કરે છે.
સેમી-હાઈ-સ્પીડ વંદે ભારત ટ્રેન આધુનિક મુસાફરોની સુવિધાઓ અને ઉન્નત સલામતી સુવિધાઓથી સજ્જ છે, જે મુસાફરીને માત્ર ઝડપી જ નહીં પરંતુ વધુ અનુકૂળ પણ બનાવે છે. આ વિસ્તરણથી સ્થાનિક રહેવાસીઓને ઘણો ફાયદો થશે, પર્યટનને વેગ મળશે, વેપારને સરળ બનાવશે અને પ્રદેશના સામાજિક-આર્થિક વિકાસમાં ફાળો આપશે તેવી અપેક્ષા છે.
ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટ ૬ જૂન, ૨૦૨૫ ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યો હતો. તેના ઉદ્ઘાટન પછી, નાગરિકો, ઉદ્યોગપતિઓ, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ દ્વારા સેમી-હાઈ-સ્પીડ વંદે ભારત સેવા દ્વારા જમ્મુને શ્રીનગર સાથે સીધો જાેડવાની માંગ કરવામાં આવી રહી છે.




