
અરિજીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ શેર કરી હજુ ઘણાં ગીતો પૂરા કરવાના છે અરિજીત સિંહ વાપસીના મૂડમાં
અરિજિતે ૨૮ જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી સિંગિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યાના લગભગ એક મહિના પછી, અરિજીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરી અને ચાહકો માટે પોતાના દિલની વાત લખી છે. આ પોસ્ટ બાદ, સોશિયલ મીડિયા પર યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે કે અરિજીત નિવૃત્તિ લેવાનો ર્નિણય બદલી શકે છે. અરિજીતે પોતાની પોસ્ટમાં એક લાઇન લખી છે, જેના કારણે આવી અટકળો શરૂ થઈ છે.અરિજીતે લખ્યું, આ સંદેશ ફક્ત મારા શ્રોતાઓ માટે છે. જાે તમે મારા શ્રોતાઓમાંથી એક નથી, તો કૃપા કરીને આ વાંચશો નહીં અને તરત જ સ્વાઇપ કરીને દૂર જાઓ. આ એક નમ્ર વિનંતી છે. હેલો, પ્યારા લોકો! હું ફક્ત બધાને કહેવા માંગુ છું કે હું તમને બધાને પ્રેમ કરું છું.
આ ક્રૂર દુનિયામાં તમારા પ્રેમ બદલ આભાર. મેં નવા અસાઇમેન્ટ લેવાનું બંધ કરી દીધું છે, પણ તમે જાણો છો કે બાકી રહેલા ગીતોની યાદી ટૂંકી નથી. મારે હજુ ઘણા ગીતો પૂરા કરવાના છે.”અરિજીતે આગળ લખ્યું, લોકોને સમજાવવામાં સમય બગાડો નહીં, તમારે કેટલી વાર સમજાવશો? ઘણા બધા અધૂરા ગીતો છે જે પૂર્ણ ન થાય ત્યાં સુધી રિલીઝ થતા રહેશે. કદાચ આખું વર્ષ. કદાચ આવતા વર્ષ સુધી પણ. શાંત રહો. આ પ્લેટફોર્મથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. તમારા શરીરમાંથી સ્પાઇક પ્રોટીન દૂર કરો, પાંચ ગ્રામ છોડી દો, વાંચો, પ્રેમ કરો અને ધ્યાન કરો.અરિજીતની પોસ્ટમાં અહીં સુધી બધું બરાબર છે, પરંતુ આ પછી તેણે કંઈક એવું લખ્યું જેના કારણે લોકો તેના નિવૃત્તિમાંથી પાછા ફરવા અંગે અટકળો કરવા લાગ્યા છે. અરિજિતે લખ્યું, કોણ જાણે આગળ શું થશે. સોશિયલ મીડિયા યુઝર્સે આ વાક્યને ધ્યાનમાં લીધું અને કહેવા લાગ્યા કે અરિજિત કદાચ પોતાનો વિચાર બદલી શકે છે.ઉલ્લેખનીય છે કે, અરિજિતે ૨૮ જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે. આ ખબરે તેના બધા ચાહકોના દિલ તોડી નાખ્યા, કારણ કે અરિજિત એક એવો ગાયક છે જેનો અવાજ સીધો લોકોના હૃદય સુધી પહોંચે છે.




