
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સરકારની તપાસ એજન્સીઓમાની એક એજન્સી એટલે કે CBI, ED પાસે મની લોન્ડરીંગ જેવા આર્થિક ગુનાઓની તપાસ કરવાની સત્તા છે. એવા સરકારના અમુક ખાતઓ કે તપાસ એજન્સીઓએ સરકાર જ નહીં પરંતુ દેશ કે રાજય માટે પ્રતિષ્ઠા સમાન હોય છે. જેમ કે સીબીઆઇ, ED કે ચૂંટણી પંચ વગેરે જેવા સંસ્થાઓનો ભૂતકાળમાં એક અલગ રુઆબ હતો. એક વિશિષ્ટ પ્રતિષ્ઠા હતી. પરંતુ હવે આવી સંસ્થાઓ જે રીતે પક્ષપાતી વલણ અપનાવીને સરકારના ઇશારે કામ કરી રહી છે તેનાથી આવી સંસ્થાઓની આબરૂ ના પ્રજામાં ધજાગરા ઉડવા સાથે ધૂળધાણી થઈ ગઈ છે.
અહીં નોંધવું જરૂરી છે કે એક કેસની સુનાવણી દરમ્યાન મદ્રાસ હાઈકોર્ટે કડક ટિપ્પણી કરી હતી કે ED કોઈ “ડ્રોન” નથી જે ગુનાહિત પ્રવૃત્તિ શોધી કાઢતાંની સાથે જ હુમલો કરી દે છે. અદાલતે એમ પણ કહ્યું હતું કે તપાસ એજન્સી એક અત્યંત કાર્યક્ષમ પોલીસ અધિકારી (સુપર કોપ) જેવી પણ નથી કે તેના ધ્યાનમાં આવતી દરેક વસ્તુની તપાસ કરે છે. દરેક તપાસ એજન્સીની કામગીરીમાં કેટલીક ખામીઓ હોય છે. પરંતુ જ્યારે તેની સામે ઘણા બધા પ્રશ્નો ઊભા થવા લાગે છે ત્યારે તે પ્રતિષ્ઠા પર ડાઘ લાગવા સમાન છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કર્ણાટકના મુખ્યમંત્રી સિધ્ધારમૈયાની પત્ની સાથે સંબંધિત પ્લોટ ફાળવણી કેસમાં સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી છે કે રાજકીય લડાઈઓ મતદારોની સાથે લડવી જોઈએ. આમાં ED જેવી તપાસ એજન્સીઓનો હથિયાર તરીકે ઉપયોગ ન કરવો જોઈએ. સ્વાભાવિક છે કે , સતત ઊભા થઈ રહેલા સવાલો વચ્ચે ED એ તેના કાર્યમાં પારદર્શિતા અને નિષ્પક્ષતાના ધોરણો સુનિચ્ચિત કરીને રાજકીય દબાણથી મુકત થઈને કામ કરવું જોઈએ. જેથી તેની વિશ્વસનીયતા ખરડાય નહીં. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું ઇડી(ED) રાજકીય દબાણથી મુકત થઈ ને કામ કરવાની હિંમત બતાવશે ખરી? આથી એ સાબિત થાય છે કે દેશમાં વિપક્ષોનો અવાજ દબાવવા સરકારની તપાસ એજન્સીઓના થઈ રહેલા દૂરુપયોગની વિપક્ષોની કાગારોળ સાચી છે. અને એનો તાજો દાખલો છે
કેજરીવાલ અને મનોજ સિસોડિયાના કેસમાં આવેલો ચુકાદો.




