
ઉબર રાઈડરે મહિલા પર બગાડી નજર ચાલુું રાઈડે અડપલાં કરી જાનથી મારી નાખવાની આપી ધમકી થોડીવાર પછી બાઈક એક સ્કૂલ પાસે ધીમી પડી તો મહિલાએ તક જાેઈને ચાલતી બાઈક પરથી છલાંગ લગાવી એપ બેઝ્ડ બાઈક ટેક્સીનું ચલણ ઘણું વધી ગયું છે. ખાસ કરીને મેટ્રો સિટીમાં લોકો મોબાઈલ ફોનથી કેબ, ઓટો કે પછી બાઈક બુક કરીને ડેસ્ટિનેશન સુધી જાય છે. ઉબર, ઓલા અને રેપિડો જેવી એપ્સ લોકો વચ્ચે ઘણી લોકપ્રિય છે. હવે ઉબર બાઈકને લઈને એક ખૌફનાક સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના રોહિણી વિસ્તારમાં એપ બેઝ્ડ બાઈક ટેક્સી સેવા દરમિયાન એક મહિલા સાથે કથિત રીતે છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે આરોપી ઉબર બાઈક રાઈડર સચિન ચૌધરીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું છે કે, આરોપી ૩૪ વર્ષીય છે અને બાદલી ગામનો રહેવાસી છે. કોર્ટે તેને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે.
ઉબર બાઈક ચાલક દ્વારા મહિલા સાથે છેડતી કરવાની આ ઘટના ૧૨ માર્ચની છે. જાણવા મળતી માહિતી મુજબ, ૩૨ વર્ષીય એક મહિલાએ પોતાની ઓફિસના ક્લાયન્ટને મળવા માટે રોહિણીથી ઉબર બાઈક બુક કરી હતી. મહિલાનું કહેવું છે કે આશરે ૨૦ મિનિટનો આ સફર તેના માટે ખૂબ જ ભયાનક અનુભવ બની ગયો હતો. પ્રાઈવેટ કંપનીમાં કામ કરતી પીડિતાએ જણાવ્યું હતું કે, જેવી રાઈડ શરૂ થઈ, તેને રાઈડરના વર્તનમાં કંઈક અજીબ લાગ્યું. મહિલાએ આરોપ લગાવ્યો કે, તે બાઈક પર એક તરફ બંને પગ રાખીને બેઠી હતી, તેની તેમજ રાઈડર વચ્ચે થોડું અંતર પણ હતું, પરંતુ ચાલક વારંવાર તેને સ્પર્થ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મહિલાના જણાવ્યા મુજબ, થોડીવાર પછી ઉબર રાઈડરનો વ્યવહાર બગડી ગયો. પીડિતાએ આગળ જણાવ્યું કે, જ્યારે તેણે તેને બાઈક રોકવા કહ્યું તો તે ફુલ સ્પીડમાં બાઈક ચલાવવા લાગ્યો અને વારંવાર અચાનક બ્રેક મારવા લાગ્યો, જેથી મારી બોડી તેની સાથે ટચ થઈ શકે.
મહિલાએ જણાવ્યું હતું કે, તે ડરને કારણે થોડા સમય માટે સ્તબ્ધ થઈ ગઈ હતી, પરંતુ પછી તેણે જાેર-જાેરથી બૂમો પાડીને બાઈક રોકવા માટે કહ્યું હતું. મહિલાનો આરોપ છે કે, ચાલકે ગાળાગાળી શરૂ કરી દીધી ૨અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવા લાગ્યો હતો. પીડિતાએ જણાવ્યું કે જ્યારે તેણે પોતાના ફોન પર લોકેશન જાેયું તો જાણવા મળ્યું કે ચાલક કોઈ અલગ જ દિશામાં લઈ જઈ રહ્યો હતો. મહિલાએ વધુમાં આરોપ લગાવતા કહ્યું કે, ‘હું ફરીથી બૂમો પાડતા બોલી કે જાે તે બાઈક નહીં રોકી તો હું કૂદી જઈશ. ત્યારે જ તેણે મને પકડી લીધી અને ધમકી આપી કે જાે મેં બૂમાબૂમ કરી તો તે મારું ગળું કાપી નાખશે.’ મહિલાના જણાવ્યા અનુસાર, થોડીવાર પછી બાઈક એક સ્કૂલ પાસે ધીમી પડી તો મહિલાએ તક જાેઈને ચાલતી બાઈક પરથી છલાંગ લગાવી દીધી. રસ્તા પર પડ્યા બાદ તે જાેર-જાેરથી રડવા અને મદદ માટે બૂમો પાડવા લાગી. મહિલા મુજબ, તેનો અવાજ સાંભળીને સ્કૂલના કેટલાક કર્મચારીઓ અને શિક્ષકો બહાર દોડી આવ્યા અને તેને અંદર લઈ જઈને મદદ કરી. જાેકે, મહિલાનો આરોપ છે કે આરોપી રાઈડર સ્કૂલના ગેટની આસપાસ બાઈક લઈને આંટા મારતો રહ્યો અને તેને ગાળો આપતા ધમકાવતો રહ્યો. બાદમાં તે ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ મહિલાએ ઉબરમાં સમગ્ર ઘટના વિશે ફરિયાદ નોંધાવી અને પોલીસને પણ જાણ કરી હતી. મહિલાએ ઘટના વિશે સોશિયલ મીડિયા પર આશરે અઢી મિનિટનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. રોહિણી જિલ્લાના ડીસીપી શશાંક જાયસવાલે જણાવ્યું છે કે, ફરિયાદ મળ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી.




