
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સામાન્ય રીતે સહકારી બેન્કો સહેલાઈથી સભાસદોને નાણાંકીય સગવડ મળી રહે તેવી ભાવનાથી શરૂ કરવામાં આવે છે. એમ જાહેરમાં ચર્ચાતું હોય છે. પરંતુ વાસ્તવિકતા કંઈ જુદી જ હોય છે.સહકારી બેન્કોએ સરકારી અને RBI ના નક્કી કરેલા નિયમો અને કાયદાઓનું ચુસ્ત પણે પાલન કરવાનું હોય છે. પરંતુ તેનું પાલન ભાગ્યે જ કોઈ બેન્ક કરતી હોય છે. અને સહકારી બેન્કોમાં પણ ભ્રષ્ટાચાર અને ગેર વહીવટ આચરવામાં આવી રહેલ છે. આવી બેન્કોને RBI ધ્વારા જે દંડ કરવામાં આવે છે તેના ઉપરથી ખ્યાલ આવે છે કે જેટલો વધુ દંડ એટલા ગોટાળા વધુ. સહકારી બેન્કોના વહીવટ કરનારાઓની વહીવટી નિષ્ફળતાઓના કારણે બેન્કોને આવા મોટા દંડ ફટકારવામાં આવેલ છે. મોટા ભાગના વહીવટદારો પોતાના અહમ અને ઉપર સુધીની પહોંચના વહેમમાં રહેતા હોય છે. અને
જેના કારણે બેન્કોને લાખો રૂપિયાનું નુકશાન અને બેન્કની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતા હોય છે. બેન્ક ના ભ્રષ્ટાચારી અધિકારીના પાપે સામાન્ય સભાસદોને વેઠવાનું આવે છે.
જે બેન્કોને નાણાંકીય દંડ ફટકારવામાં આવેલ છે તેની વિગત નીચે મુજબ છે. છતાં બેંકાના ડિરેક્ટરો, જિલ્લા રજીસ્ટાર અને સરકારનું એ તરફ ધ્યાન દોરવામાં આવેલ નથી. સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (જાન્યુઆરી 2026): સુપરવાઇઝરી એક્શન ફ્રેમવર્ક (SAF) માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવા અને લોન/એડવાન્સ મેનેજમેન્ટ નિયમોનું પાલન ન કરવા બદલ ૪ લાખનો દંડ ફટકારવામાં આવ્યો.
માંડવી નાગરિક સહકારી બેંક, સુરત (જુલાઈ 2025): મંજૂર કરાયેલી લોનના સંદર્ભમાં, ખાસ કરીને એડવાન્સિસના સંચાલન અંગે, ભંડોળનો અંતિમ ઉપયોગ સુનિશ્ચિત કરવામાં ભૂલ કરવા બદલ ૨ લાખનો દંડ ફટકારવામાં આવ્યો. પંચશીલ મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, સુરત (સપ્ટેમ્બર 2025): ઇલેક્ટ્રોનિક બેંકિંગ વ્યવહારો સંબંધિત ગ્રાહક સુરક્ષા ધોરણોનું પાલન ન કરવા બદલ ૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો. સુરત નેશનલ કો-ઓપરેટિવ બેંક (સપ્ટેમ્બર 2023): પાકતી મુદતની થાપણો પર વ્યાજ ન ચૂકવવા અને ગ્રાહકોને કપટપૂર્ણ ઇલેક્ટ્રોનિક વ્યવહારોની તાત્કાલિક જાણ કરવાની ક્ષમતા ન આપવા બદલ દંડ ફટકારવામાં આવ્યો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તાજેતરમાં ગુજરાતના સુરતમાં આવેલી ઘણી સહકારી બેંકો પર નિયમનકારી ધોરણોનું પાલન ન કરવા બદલ નાણાકીય દંડ લાદ્યો છે. મુખ્ય કાર્યવાહીમાં સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક પર ૧૮.૩૦ લાખનો દંડ, પ્રાઇમ કો-ઓપરેટિવ બેંક પર ૧૫ લાખનો દંડ અને ધ સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ પર ૧૪ લાખનો દંડ શામેલ છે, જેમાં મુખ્યત્વે CRILC રિપોર્ટિંગ, વ્યાજ ચુકવણી અને લોન નિયમો સાથેના મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડ (સપ્ટેમ્બર 2025): સેન્ટ્રલ રિપોઝીટરી ઓફ ઇન્ફોર્મેશન ઓન લાર્જ ક્રેડિટ્સ (CRILC) ને મોટા એક્સપોઝરની જાણ કરવા અંગેના નિર્દેશોનું પાલન ન કરવા બદલ ૧૮.૩૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો.
ધ પ્રાઇમ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, સુરત (ઓગસ્ટ 2025): સાયબર સુરક્ષા નિયંત્રણોનું પાલન કરવામાં નિષ્ફળતા અને અનધિકૃત ઇલેક્ટ્રોનિક બેંકિંગ વ્યવહારોની જાણ કરવા માટે સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળતા અથવા વિલંબ કરવા બદલ ૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો.
ગેરવહીવટ માટે:-
સુરતના જિલ્લા રજીસ્ટાર, સહકારી મંડળીઓ, સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, માંડવી નાગરિક સહકારી બેંક સુરત, પંચશીલ મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ સુરત, સુરત નેશનલ કો-ઓપરેટિવ બેંક, સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડ, ધ પ્રાઇમ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ સુરત ને મોટા દંડની રકમ ફટકારેલી છે ત્યારે બેન્કો ના બોર્ડ તાત્કાલિક રદ કરવા જોઈએ.




