
અમદાવાદમાં સિલિન્ડરનો કાળો કારોબાર! શહેરના ૩ લાખ લોકો પાસે LPG-PNG ડબલ કનેક્શન અમદાવાદ શહેરમાં આશરે ૧૨થી ૧૫ લાખ ઘરેલું અને બે લાખ જેટલા કોમર્શિયલ એલપીજી કનેક્શન હોવાનો અંદાજ અમદાવાદમાં એલપીજી અને પીએનજી બંને કનેક્શન ધરાવતા લોકોની સંખ્યાનો તંત્રને તાળો મળતો નથી. ત્યારે આધારભૂત સૂત્રોના જણાવ્યાનુસાર, અમદાવાદ શહેરમાં અઢીથી ત્રણ લાખ જેટલા ડબલ કનેક્શન હોવાની પૂરેપૂરી શક્યતા છે. આવા ડબલ કનેક્શન મામલે તંત્ર ખાસ કંઈ ઉકાળી શક્યું નથી. બીજી તરફ કેટલાક તત્ત્વો હાલ ઘરેલું બાટલામાંથી ગેસની કટકી કરી કોમર્શિયલ સિલિન્ડરમાં ભરીને બ્લેકમાં વેચવાનો ધીકતો ધંધો ચલાવી રહ્યા છે.અમદાવાદ શહેરમાં આશરે ૧૨થી ૧૫ લાખ ઘરેલું અને બે લાખ જેટલા કોમર્શિયલ એલપીજી કનેક્શન હોવાનો અંદાજ છે.
જ્યારે બીજી બાજુ શહેરના ૬૦થી ૭૦ ટકા વિસ્તારમાં પીએનજીની લાઈન પહોંચી ગઈ છે. જાે કે પીએનજીના જાેડાણ લીધા બાદ પણ ગણતરીના લોકોએ જ એલપીજીના કનેક્શન રદ કરાવ્યા છે. જેથી એલપીજીના કુલ જાેડાણમાંથી ૨૫થી ૩૦ ટકા એટલે કે અઢીથી ત્રણ લાખ જેટલા ડબલ કનેક્શન હોવાનું ગેસ સરકારના ફરમાન બાદ પણ હજી મોટા ભાગના લોકોએ રાંધણ ગેસના એલપીજી બાટલા સરેન્ડર કર્યા નથી. ઉલટાનું ઘરેલું બાટલામાંથી ગેસ કાઢીને કોમર્શિયલ સિલિન્ડરમાં ભરીને વેચાવાનો ધીકતો ધંધો શરૂ થઈ ગયો છે. જેથી લોકોના ઘરે પહોંચતા પહોંચતા બાટલામાં ગેસનો કેટલો જથ્થો બચે છે? તેવો સવાલ ઉઠ્યો છે. તેમજ ૨૫ દિવસ બાદ જ બીજા કેટલીક બાટલાની નોંધણીના નિયમનો ઉલાળિયો કોમર્શિયલ ઉપયોગ કરાઈ રહ્યો છે. આવા ગેરકાયદે રિફિલિંગના કારસ્તાન ૨૫૦૦માં ઘરેલું બાટલા ખરીદી તેનો મામલે પુરવઠા વિભાગ મૂકપ્રેક્ષક બનીને બેઠું છે.મધ્ય પૂર્વના તણાવભર્યા માહોલ વચ્ચે હવે ખુદ સરકારે પણ દેશમાં એલપીજીની સપ્લાયને ચિંતાનો વિષય ગણાવ્યો છે. કોમર્શિયલ સિલિન્ડરના વપરાશ પર ૬૦ ટકા સુધીનો કાપ મૂકી દેવાયો છે. ત્યારે કોમર્શિયલ ગેસની ભારે અછતના લીધે હાલ એજન્સીઓ દ્વારા માત્ર સ્કૂલ, હોસ્પિટલ, હોસ્ટેલ, મંદિર જેવી જગ્યાએ જ બાટલા આપવામાં આવી રહ્યા છે.સામાન્ય દિવસોમાં ૧૯૦૦ રૂપિયામાં વેચાતો ૧૯ કિલોનો કોમર્શિયલ ગેસનો બાટલો હાલ અઢીથી ત્રણ ગણા ભાવે ૪૫૦૦થી ૫૦૦૦ રૂપિયામાં વેચાઈ રહ્યો છે. ઘરેલું બાટલામાંથી ગેસ કાઢીને કોમર્શિયલ સિલિન્ડરમાં ભરવામાં આવે તો તેની પડતર કિંમત ૧૨૫૦ રૂપિયા જેટલી થાય છે, તેના ૪૫૦૦થી ૫૦૦૦ રપિયા બ્લેકમાં વસૂલાય છે.




