
AI નહીં, મૌલિકતા જ સંગીતની સાચી ઓળખ AI સંગીત બનાવી શકે, પણ સર્જનાત્મકતા નહીં: અનુ મલિક અનુ મલિકના મતે ગીતને એવરગ્રીન તેની મૌલિકતા, સુંદર શબ્દો અને ભાવનાત્મક જાેડાણ બનાવે છે સંગીતજગતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI )નો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે જાણીતા ફિલ્મ સંગીતકાર અનુ મલિકનું માનવું છે કે ટેન્કોલોજી સંગીતકારો માટે મદદરૂપ બની શકે છે, પરંતુ મૌલિક સર્જનાત્મકતાનું સ્થાન લઈ શકતી નથી. પાંચ દાયકાથી વધુ સમયથી સંગીતક્ષેત્રે સક્રિય અનુ મલિકના મતે, સંગીતકારોએ AI નો ઉપયોગ સહાયક સાધન તરીકે કરવો જાેઈએ, તેના પર સંપૂર્ણપણે ર્નિભર ન થવું જાેઈએ.અનુ મલિકે જણાવ્યું હતું કે AI અગાઉના સંગીતકારો અને ગીતકારોની શૈલીનું અનુકરણ કરી શકે છે, પરંતુ સંપૂર્ણપણે નવું અને મૌલિક સર્જન કરી શકતું નથી. તેમણે કહ્યું કે AI ને સહાયક તરીકે ઉપયોગમાં લેવું જાેઈએ, સર્જનાત્મકતાનો વિકલ્પ બનાવી દેવો જાેઈએ નહીં. જાે સંગીતકારો એવું માનવા લાગે કે હવે સર્જન કરવાની જરૂર નથી અને AI જ બધું કરી દેશે, તો તે યોગ્ય નથી.અનુ મલિકના મતે, સારા ગીતની રચનાની શરૂઆત તેના શબ્દો અને ફિલ્મની વાર્તા સમજવાથી થાય છે. કોઈ ગીત બનાવતાં પહેલાં તેઓ ફિલ્મની સ્ક્રિપ્ટ વારંવાર વાંચે છે, જેથી પ્રસંગ અને પાત્રોની લાગણીઓને સમજી શકાય. તેમના મતે, ગીત લાંબા સમય સુધી યાદગાર રહે તે માટે તેની રચના પાછળની વાર્તા અને ભાવનાત્મક જાેડાણ સમજવું જરૂરી છે.આજના સંગીતક્ષેત્રમાં દરરોજ નવાં ગીતો રજૂ થઈ રહ્યાં છે ત્યારે સાઉન્ડ અને મ્યુઝિક પ્રોડક્શનમાં વધી રહેલા પ્રયોગો વચ્ચે ગીતોના શબ્દો પર પૂરતું ધ્યાન અપાતું ન હોવાની ચિંતા પણ તેમણે વ્યક્ત કરી હતી. મલિકે કહ્યું કે શ્રોતાઓ હંમેશાં એવા ગીતો યાદ રાખે છે, જેના શબ્દો તેમના હૃદયને સ્પર્શે છે. માત્ર વાયરલ થવું કોઈ ગીતને એવરગ્રીન બનાવતું નથી.દરમિયાન, રિયાલિટી શો ‘સા રે ગા મા પા’માં ચોથી વખત સુપર જજ તરીકે પરત ફરેલા મલિકે નવા ગાયકોની પ્રતિભાનાં વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે ભારતમાં અસાધારણ ગાયન પ્રતિભા છે અને શોમાં મહિલા તથા પુરુષ સ્પર્ધકોના અવાજ સાંભળીને તેઓ પ્રભાવિત થયા છે. યુવા સંગીતકારો અને શ્રોતાઓ તેમનાં જૂનાં ગીતોને નવી રીતે રજૂ કરી રહ્યા છે તે બાબતથી પણ તેઓ ખુશ છે. તેમના મતે, આ નવી રજૂઆતોમાં પણ ગીતોની મધુરતા અને મૂળ સંગીતરચનાની વિશેષતા જ ઊભરી આવે છે.




