
જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળેલી મોટી સફળતા કુલગામ હુમલાનાં માસ્ટરમાઇન્ડ સહિત ત્રણ આતંકવાદીઓ ઠાર ૧૧ નવેમ્બરે જવાનો પર ગોળીબાર કરનારા આતંકીઓને મીર બજાર નજીકના સંયુક્ત ઓપરેશનમાં સુરક્ષાદળોએ ઠાર કર્યા જમ્મુ-કાશ્મીરનાં કુલગામમાં સેનાને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ સોમવારે અથડામણ દરમિયાન કુલગામ હુમલાનાં માસ્ટરમાઇન્ડ લતીફ ભટ્ટને ઠાર માર્યાે હતો. આ ઉપરાંત અન્ય બે આતંકીઓને પણ ઠાર મારવામાં આવ્યા હતાં.કુલગામ જિલ્લામાં સુરક્ષા દળોએ રવિવારે મીર બજારની પાસે ઘેરાબંદી અને તપાસ અભિયાન શરૂ કર્યુ હતું. આ ઓપરેશન સંયુક્ત સુરક્ષા દળોની તરફથી ચલાવવામાં આવી રહ્યું છે.સુરક્ષાદળો આ વિસ્તારમાં એ હુમલાખોરોને શોધી રહ્યાં હતાં જેમણે ૧૧ નવેમ્બરે સીઆરપીએફનાં જવાનો પર ગોળીબાર કર્યાે હતો. હુમલા પછી આરોપી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતાં.૧૧ નવેમ્બરે કુલગામ જિલ્લામાં તૈનાત સીઆરપીએફ જવાનો પર બાઇક સવાર અજ્ઞાત હુમલાખોરોએ ગોળીબાર કર્યાે હતો. આ ઘટના બપોરે ૨.૧૫ કલાકે બની હતી.હુમલામાં સીઆરપીએફનાં ત્રણ જવાન ઘાયલ થયા હતાં. ગોળીબાર પછી હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતાં. ઘટના પછી હુમલાખોરોને શોધવા સીઆરપીએફએ તપાસ અભિયાન શરૂ કર્યુ હતું.ઘાયલ જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ જમ્મુ-કાશ્માીરનાં પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખાની પાસે વન વિસ્તારમાં શંકાસ્પદ પ્રવૃત્તિ જાેવા મળતા સેનાનાં જવાનોએ ગોળીબાર કર્યાે હતો.અધિકારીઓએ જણાવ્યું હતું કે સાવજિયાં સેક્ટરનાં કનારી વિસ્તારમાં સરહદની સુરક્ષામાં તૈનાત સતર્ક જવાનોએ મોડી રાતે દોઢ વાગ્યે શંકાસ્પદ હિલચાલ જાેઇ હતી.




