
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર.બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો ૨૨.૪૩ રૂપિયાનો વધારો અંતે પાછો ખેંચાયો.સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી જીતુ વાઘાણીની રજૂઆત રંગ લાવી; કેન્દ્ર સરકારે BPCL ને આપ્યો આદેશ.ગુજરાતના વિશાળ દરિયાકાંઠે રહેતા અને માછીમારી પર નભતા હજારો માછીમારો માટે એક ખૂબ જ મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારત પેટ્રોલિયમ (BPCL) દ્વારા તાજેતરમાં માછીમારી બોટ માટે વપરાતા ડીઝલના ભાવમાં લિટર દીઠ ૨૨.૪૩ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો. આ અસહ્ય ભાવ વધારાથી માછીમારોની આજીવિકા પર મોટું સંકટ ઊભું થયું હતું. પરંતુ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણીએ કેન્દ્ર સરકારમાં કરેલી અસરકારક રજૂઆત બાદ આ ભાવવધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચી લેવામાં આવ્યો છે. આ ર્નિણયથી માછીમારોને હવે અગાઉના રાહત દરે જ ડીઝલ મળતું રહેશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના મત્સ્ય સંઘ (GFCCA) દ્વારા માછીમારોને ડિસ્કાઉન્ટ ભાવે ડીઝલ મળી રહે તે માટે ભારત પેટ્રોલિયમ (BPCL) સાથે એક ખાસ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જાેકે, હજુ થોડા સમય પહેલા જ કંપની દ્વારા અચાનક માછીમારોના ડીઝલ પર પ્રતિ લિટર ૨૨.૪૩ રૂપિયાનો જંગી વધારો જાહેર કરી દેવામાં આવ્યો. આ જાહેરાત થતા જ રાજ્યના માછીમાર સમાજમાં ભારે રોષ અને ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
આ ગંભીર મુદ્દાને લઈને સ્થાનિક ધારાસભ્યો, આગેવાનો અને વિવિધ માછીમાર સંસ્થાઓએ રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણી સમક્ષ ધા નાખી હતી. માછીમારોની પીડા સમજીને મંત્રી વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ દિલ્હીમાં કેન્દ્ર સરકાર સમક્ષ આ મામલે મજબૂત રજૂઆત કરી. તેમણે ભારપૂર્વક માંગ કરી હતી કે, જે રીતે રાજ્ય માર્ગ પરિવહન નિગમ (ST બસો) ને ભાવ વધારામાંથી મુક્તિ અપાય છે, તેવી જ રીતે મત્સ્યોદ્યોગ ક્ષેત્રને પણ સ્પેશિયલ એક્સેપ્શન (ખાસ છૂટછાટ) આપવી જાેઈએ. માછીમારોને કન્ઝ્યુમર સેગમેન્ટ ની જગ્યાએ સામાન્ય રિટેલ ગ્રાહકો સમાન જ ગણવા જાેઈએ. રાજ્ય સરકારની આ વાજબી રજૂઆતને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારે માન્ય રાખી છે. પરિણામે, કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી મ્ઁઝ્રન્ ને આ ૨૨.૪૩ રૂપિયાનો વધારો પાછો ખેંચવા કડક સૂચના આપી દીધી છે. આ સફળ રજૂઆત અને ત્વરિત ર્નિણય બદલ મંત્રી જીતુ વાઘાણીએ પીએમ નરેન્દ્ર મોદી, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર હંમેશા માછીમારોના કલ્યાણ માટે કટિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ તેમની પડખે ઊભી રહેશે




