
LPG અછતના કારણે કંડલામાં IFGL પ્લાન્ટ બંધ.ગેસની અછતના કારણે કંડલાનો IFGL પ્લાન્ટ હંગામી ધોરણે બંધ કરવાની ફરજ પડી છે IFGL પ્લાન્ટ હંગામી ધોરણે બંધ રહેશે.મિડલ ઇસ્ટના તણાવની અસર ભારત પર પડી રહી છે. ખાસ કરીને ગેસની અછતના કારણે લોકો હિજરત કરી રહ્યાં છે તો બીજી તરફ પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડી છે. યુદ્ધની અસર ગુજરાતના કેટલાક ઉદ્યોગો પર પણ પડી છે. ગેસની અછતના કારણે કંડલાનો IFGL પ્લાન્ટ હંગામી ધોરણે બંધ કરવાની ફરજ પડી છે.IFGL પ્લાન્ટ હંગામી ધોરણે બંધ રહેશે.
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે આયાતમાં ઘટાડો થયો છે. જેના કારણે પુરવઠામાં પણ ઘટાડો થયો. કેન્દ્ર સરકારે સ્થાનિક ગ્રાહકોને પ્રાથમિકતા આપીને અને કોમર્શિયલ પુરવઠો ઘટાડીને આ કટોકટીનો જવાબ આપ્યો છે. આ ર્નિણય ટેકનિકલી સાચો હતો, પરંતુ જમીન પર તેની અસર ઝડપી અને વ્યાપક છે.
LPG કટોકટીએ હોટેલ ઉદ્યોગની મુશ્કેલીઓ વધારી દીધી છે. સરકારે સ્વીકાર્યું છે કે LPG ચિંતાનો વિષય છે. જાેકે, તેણે એમ પણ કહ્યું છે કે LPG સિલિન્ડરની કોઈ તાત્કાલિક અછત નથી. ક્યાંયથી આવા કોઈ અહેવાલો બહાર આવ્યા નથી. જાે કે જમીની પરિસ્થિતિ અલગ છે.
લોકો LPG રસોઈ ગેસ સિલિન્ડરની અછત અંગે ફરિયાદ કરી રહ્યા છે. દેશભરમાં કાળાબજારીના અહેવાલો પણ છે. આનાથી હોટેલ ઉદ્યોગ પર ગંભીર અસર પડી છે. તો બીજી તરફ યુદ્ધના કારણે સપ્લાઇ ઠપ્પ થઇ જતાં પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડી છે.
નું સુરત, પશ્ચિમ એશિયાઈ તણાવથી પ્રભાવિત થયું છે. રસોઈ ગેસ (LPG) ની તીવ્ર અછતને કારણે મોટી સંખ્યામાં સ્થળાંતરિત કામદારો તેમના ગામડાઓ પાછા ફરવા મજબૂર થયા છે. રાજ્યના ઉધના રેલ્વે સ્ટેશનથી ઘરે પાછા ફરવાની તૈયારી કરી રહેલા કામદારો કહે છે કે કામ હોવા છતાં, ગેસની અછતએ પરિસ્થિતિને અત્યંત મુશ્કેલ બનાવી દીધી છે. તેઓ ઘણા દિવસોથી રસોઈ ગેસ વિના છે, જેના કારણે તેઓ ભૂખ્યા રહેવા મજબૂર છે.કામદારોનો આરોપ છે કે, ગેસનો ભાવ પ્રતિ કિલોગ્રામ ૫૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે, જેના કારણે તે પોસાય તેમ નથી. કામદારો કહે છે કે ગેસનો પુરવઠો સામાન્ય થયા પછી તેઓ કામ પર પાછા ફરશે, પરંતુ વર્તમાન પરિસ્થિતિએ તેમને સ્થળાંતર કરવાની ફરજ પાડી છે.
ગેસ સિલિન્ડરનો અનિયમિત પુરવઠો અને વધતી જતી મુશ્કેલીઓને કારણે નાના વ્યવસાયોના કામકાજ પર સીધી અસર પડી છે. ઘણા દુકાનદારો કહે છે કે સમયસર ગેસ પુરવઠાના અભાવે, તેઓ કાં તો તેમની દુકાનો બંધ કરવા અથવા મર્યાદિત માત્રામાં ઉત્પાદન કરવા મજબૂર છે, જેના પરિણામે તેમની આવકમાં ઘટાડો થયો છે.




