
IPLમાં ઈતિહાસ રચાયો.રાજસ્થાન રોયલ્સ ૧૩,૬૦૦ કરોડમાં વેચાઈ.આઈપીએલના ઈતિહાસમાં કોઈ ટીમ આટલી મોટી રકમમાં વેચાઈ હોય તેવું પહેલાવાર બન્યું છે.ટૂંક સમયમાં IPL ૧૯મી સિઝન શરૂ થાય તે પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકન બિઝનેસમેન કાલ સોમાનીએ આઈપીએલની ટીમ રાજસ્થાન રૉયલ્સે ૧૩૬૦૦ કરોડમાં ખરીદી લીધી છે. આઈપીએલના ઈતિહાસમાં કોઈ ટીમ આટલી મોટી રકમમાં વેચાઈ હોય તેવું પહેલાવાર બન્યું છે.
રિપોર્ટ મુજબ, કાલ સોમાની આઈપીએલ ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રૉયલનું સંપૂર્ણ હિસ્સો ૧.૬૩ બિલિયન ડૉલર (લગભગ ૧૩,૬૦૦ કરોડ રૂપિયા)ની મોટી રકમમાં ખરીદી લીધી છે. આ ડીલ સાથે રાજસ્થાન રોયલ્સ વિશ્વની સૌથી મોંઘી ફ્રેન્ચાઈઝી બની ગઈ છે.
કાલ સોમાની ઈન્ટ્રાએજ એકેડેમિયન અને ટ્રૂયો.એઆઈ (Truyo.AI) ના ફાઉન્ડર છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, સોમાનીના આ બિઝનેસ ગ્રૂપને વૉલમાર્ટ ફેમિલી સાથે સંકળાયેલા અમેરિકન બિઝનેસમેન રોબ વોલ્ટોનનો સપોર્ટ છે.
આ ઉપરતાં ડેટ્રોઈટ લાયન્સ ટીમના માલિક હૈમ્પ ફેમિલીનો પણ સોમાનીની કંપનીના સપોર્ટમાં છે. અહેવાલો અનુસાર, આ નવી માલિકીની અસર આઈપીએલ ૨૦૨૬ પછી જાેવા મળશે.




