
અફવા ઉત્તર પ્રદેશના પણ અનેક શહેરોમાં ફેલાઈ ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને તેલંગાણા જેવા રાજ્યોમાં પેટ્રોલ પંપોની બહાર લાંબી કતારો તેલંગાણા અને મહારાષ્ટ્રના ડીલરોનું કહેવું છે કે માંગમાં અચાનક આવેલી તેજી અને ડેપોમાંથી સ્ટોક મળવામાં વિલંબને કારણે કટોકટી ઊભી થઈ LPG સાથે શું હવે દેશમાં ખરેખર પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાવાની છે? દેશના અનેક પેટ્રોલ પંપ સુકાઈ ગયા છે. ત્યાં No Stock ના બોર્ડ લાગેલા છે, જેનો અર્થ છે કે આ પંપો પર પેટ્રોલ અને ડીઝલ મળી રહ્યું નથી. જાેકે સરકાર વારંવાર આશ્વાસન આપી ચુકી છે કે દેશમાં ઈંધણની કોઈ અછત નથી, તેમ છતાં લોકો ગાડીઓની ટાંકી ફુલ કરાવવા માટે પેટ્રોલ પંપો પર લાંબી લાઈનોમાં જાેવા મળી રહ્યા છે.
હકીકતમાં, ઈરાન યુદ્ધના કારણે દેશમાં LPG અને તેલ પુરવઠામાં કેટલીક અડચણો જાેવા મળી છે. કેન્દ્ર સરકારના તમામ આશ્વાસનો છતાં દેશના અનેક ભાગોમાં પૅનિક બાયિંગ (ગભરાટમાં ખરીદી) નો માહોલ છે. તેલની અછત અને ભાવવધારાની અફવાઓને કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને તેલંગાણા જેવા રાજ્યોમાં પેટ્રોલ પંપોની બહાર લાંબી કતારો જાેવા મળી રહી છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે અનેક પંપો પર નો સ્ટોકના બોર્ડ મારી દેવાયા છે.
હૈદરાબાદના બંજારા હિલ્સ, કુકટપલ્લી, અંબરપેટ અને મેહદીપટ્ટનમ જેવા વિસ્તારોમાં સોમવાર રાતથી જ અફરાતફરીનો માહોલ છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, જ્યાં પેટ્રોલ ભરાવવામાં સામાન્ય રીતે ૫ મિનિટ લાગતી હતી, ત્યાં હવે ૪૫ મિનિટથી એક કલાકનો સમય લાગી રહ્યો છે. ઓટો LPG સ્ટેશનો પર પણ લાંબી લાઈનો છે. અનેક સ્ટેશનો દિવસમાં માત્ર થોડા કલાકો માટે જ ખુલી રહ્યા છે, જેનાથી રિક્ષાચાલકોની રોજીરોટી પર સંકટ આવી ગયું છે.
મહારાષ્ટ્રમાં પણ પેટ્રોલ-ડીઝલ ખરીદવા માટે પડાપડી જાેવા મળી રહી છે. મંગળવાર અને બુધવારે પેટ્રોલ-ડીઝલનો વપરાશ દૈનિક ક્વોટા કરતા બમણાથી પણ વધુ રહ્યો હતો. બીજી તરફ ક્રેડિટ સિસ્ટમ બંધ થવા અને પેમેન્ટ સંબંધિત મુશ્કેલીઓને કારણે રિફિલિંગમાં વિલંબ થઈ રહ્યો છે.
પેટ્રોલ અને ડીઝલની અછતની અફવા ઉત્તર પ્રદેશના પણ અનેક શહેરોમાં ફેલાઈ છે. તેલ ઉદ્યોગના સંયોજકોએ જનતાને અપીલ કરી છે કે તેઓ ગભરાય નહીં અને જરૂરિયાત મુજબ જ ઈંધણ ખરીદે.તેલંગાણા અને મહારાષ્ટ્રના ડીલરોનું કહેવું છે કે માંગમાં અચાનક આવેલી તેજી અને ડેપોમાંથી સ્ટોક મળવામાં વિલંબને કારણે આ કટોકટી ઊભી થઈ છે. તેલ કંપનીઓએ હવે સ્ટોક મોકલતા પહેલા એડવાન્સ પેમેન્ટની શરત રાખી છે, જેનાથી ડીલરો પર નાણાકીય દબાણ વધ્યું છે. તેલંગાણાના નાગરિક પુરવઠા મંત્રી એન. ઉત્તમ કુમાર રેડ્ડીએ આશ્વાસન આપ્યું છે કે રાજ્ય પાસે આગામી ત્રણ મહિના માટે પૂરતો સ્ટોક છે. તેમ છતાં, શહેરના લગભગ ૪૦% પંપો અત્યારે ખાલી છે. પેટ્રોલ અને ડીઝલની અછતને ધ્યાનમાં રાખીને સ્થાનિક સ્તરે કડક ર્નિણયો લેવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના કલેક્ટરે ઘણા પેટ્રોલ પંપ પર વધારાનું પેટ્રોલ અને ડીઝલ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઘણા પેટ્રોલ પંપ પર ઇંધણ ખતમ થઈ ગયા બાદ આ ર્નિણય લેવામાં આવ્યો હતો. દરમિયાન, લખનૌમાં, તેલ ઉદ્યોગના રાજ્ય સ્તરના સંયોજક સંજય ભંડારીએ લોકોને જરૂર હોય તેટલું જ પેટ્રોલ અને ડીઝલ ખરીદવાની અપીલ કરી.




