
કેરળ પોલીસે ‘X’ વિરુદ્ધ કેસ નોંધ્યો.PM મોદી અને ચૂંટણી પંચના AI વીડિયો મામલે બબાલ.FIRના આરોપ મુજબ, પીએમ મોદી અને ચૂંટણી પંચનો ખોટી રીતે AI જનરેટેડ વીડિયો બનાવી પ્રસાર કરવામાં આવ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચૂંટણી પંચનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જનરેટેડ ખોટો વીડિયો વાયરલ થવા મામલે મોટો વિવાદ ઊભો થયો છે. આ મામલે કેરળ પોલીસે અમેરિકન અબજાેપતિ ઇલોન મસ્કની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કંપની ઠ અને તેના એક હેન્ડર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. FIR ના આરોપ મુજબ, પીએમ મોદી અને ચૂંટણી પંચનો ખોટી રીતે AI જનરેટેડ વીડિયો બનાવી પ્રસાર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં પીએમ મોદી અને ચૂંટણી પંચને ગેરમાર્ગે દોરનારા અને માનહાનિકારક રીતે દેખાડાયા છે. પોલીસે સત્તાવાર કહ્યું છે કે, ચૂંટણી પંચ સહિત અન્ય સત્તાવાર માધ્યમો દ્વારા કથિત માનહાનિકારક કન્ટેન્ટ વાયરલ કરાયો હોવાની પોલીસને માહિતી મળી છે. બુધવારે મોડી રાત્રે તિરુવનંતપુરમ શહેરના સાયબર ક્રાઇમ પોલીસમાં એક કેસ નોંધાવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ આ કન્ટેન્ટથી પ્રજાને ગેરમાર્ગે દોરાઈ શકે છે અને બંધારણયી સંસ્થાઓને નબળી પાડી શકે છે, તેમજ આવા ખોટા વીડિયોના કારણે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી પર ગંભીર અસર પડી શકે છે. વીડિયો વાયરલ કરનારને પકડી પાડવા અને કાયદા મુજબ કાર્યવાહી કરવાની તપાસ શરૂ કરી દેવાઈ છે.
FIR માં ઠ હેન્ડલ લક્ષ્મી એન. રાજુ, ઠ કોર્પોરેશન સહિત અન્ય લોકોના નામ સામેલ છે. પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૨ (શાંતિ ભંગ કરવાના ઇરાદાથી જાણીજાેઈને અપમાન કરવું), ૩૩૬ (છેતરપિંડી), ૩૫૩ (ઉશ્કેરણીજનક નિવેદનો) સહિતની કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. પોલીસે કહ્યું કે, કથિત વીડિયો એક મિનિટ અને ૧૭ સેકન્ડનો છે અને અશાંતિ ફેલાવવાના ઇરાદાથી વીડિયો શેર કરવામાં આવ્યો હતો. અધિકારીઓનો આદેશ છતાં આ કન્ટેન્ટ હટાવી દેવામાં આવે, પરંતુ તે પ્લેટફોર્મ પર સતત વાયરલ થઈ રહ્યું. આ મામલે નોટિસ ફટકારાઈ છે અને ગેરકાયદે કન્ટેન્ટ તુરંત હટાવવાની માંગ કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, કેરળમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં ૯મી એપ્રિલે એક તબક્કામાં મતદાન યોજાવાનું છે અને ચોથી મેએ પરિણામ જાહેર થવાનું છે.




