
અમેરિકાના સૌથી એડવાન્સ વિમાનને ફૂંકી માર્યું સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલતાન એરબેઝ પર ઈરાન દ્વારા હુમલો ઈરાને દાવો કર્યો છે કે, તેણે સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલતાન એરબેઝ પર AWACS એરક્રાફ્ટને નષ્ટ કર્યું છે અમેરિકા અને ઈઝરાયલ તથા ઈરાન વચ્ચેનું યુદ્ધ દિવસે ને દિવસે વકરતું જઇ રહ્યું છે ત્યારે અમેરિકા અને ઈઝરાયલમાં લોકો હવે ટ્રમ્પ અને નેતાન્યાહૂના વિરોધમાં માર્ગો પર ઊતરી આવ્યા છે અને ઈરાન પર જબરદસ્તી થોપી દેવાયેલા યુદ્ધનો અંત આણવાની માગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઈરાને ઈઝરાયલ અને અમેરિકાનું મોટાપાયે નુકસાન કર્યું છે.
નેતન્યાહૂની જાળમાં ફસાઈને ટ્રમ્પે આ યુદ્ધ શરૂ કર્યું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. અમેરિકામાં NO KING પ્રોટેસ્ટ કરવામાં આવ્યા હતા.
ઈરાને દાવો કર્યો છે કે, તેણે સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલતાન એરબેઝ પર અમેરિકન AWACS એરક્રાફ્ટને નષ્ટ કરી નાખ્યું છે. ઈરના ન્યૂઝ એજન્સી તરફથી આ એરક્રાફ્ટને ટાર્ગેટ કરતી તસવીર જાહેર કરી છે. IRNA એ X પર પોસ્ટમાં લખ્યું કે, નષ્ટ થઈ ચૂકેલા અમેરિકન એરફોર્સ ડિફેન્સ સિસ્ટમ તરફથી જાહેર કરાયેલી તસવીરો જાેવા મળી છે, જેમાં અમેરિકનો દ્વારા રજૂ કરાયેલી કહાનીઓ વિરૂદ્ધ તેની એર ડિફેન્સ સિસ્ટમ સૌથી મહત્ત્વપૂર્ણ સૈન્ય ઠેકાણાઓની સુરક્ષા કરવામાં પણ અસમર્થ છે.
અમેરિકામાં ટ્રમ્પની મુશ્કેલી વધતી દેખાઈ રહી છે. ટ્રમ્પ વિરોધી દેખાવકારો માર્ગો પર ઊતરી આવ્યા છે. શિકાગોમાં હજારો લોકોએ ટ્રમ્પ વિરોધી નારેબાજી સાથે યુદ્ધનો તાત્કાલિક અંત આણવાની માગ કરી હતી.
બીજી બાજુ ઈઝરાયલમાં પીએમ નેતન્યાહુ વિરુદ્ધ મોટાપાયે દેખાવો કરવામાં આવ્યા હતા. જ્યારે દેખાવકારોને કચડી નાખવા માટે ઈઝરાયલી સેના અને પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. દેખાવકારોની માગ હતી કે ઈરાન વિરુદ્ધ યુદ્ધને તાત્કાલિક ધોરણે અટકાવી દેવામાં આવે.
અમેરિકાના સેનેટર બર્ની સેન્ડર્સે એક ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું હતું કે અમેરિકા અને ઈઝરાયલી સેનાએ આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ઈરાનમાં ૪૯૮ સ્કૂલો પર બોમ્બમારો કર્યો છે. જેમાં ઘણાં બાળકો અને શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે. તેમણે અમેરિકા દ્વારા ઈઝરાયલ સાથે કરાયેલી મોટી હથિયારોની ડીલને પણ રોકવાની માગ કરી હતી.




