
અહેમદ ખાનની વેલકમ અને શાહરુખની કિંગનું શૂટ રદ્દ કરવું પડ્યું અમેરિકા અને ઇરાન યુદ્ધની સ્થિતિમાં બોલિવૂડનાં યુએઈ અને દુબઇનાં શૂટ કેન્સલ અનિલ કપૂર અને સુહાના ખાન સાથેનું એક ડેઝર્ટ એક્શન સિક્વન્સ પહેલાં ૯ એપ્રિલથી દુબઈમાં શૂટ થવાનું હતું
યુએસ અને ઇરાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધની સ્થિતિની અસર બોલિવૂડના શિડ્યુલ્સ પર પણ થઈ રહી છે, જેના કારણે મોટા બજેટની ફિલ્મોએ પોતાની યોજના બદલી છે. શાહરૂખ ખાનની કિંગ ફિલ્મનું દુબઈ શૂટ રદ્દ થયાના અહેવાલો પછી, હવે અક્ષય કુમાર સહિતની સ્ટાર કાસ્ટવાળી વેલકમ ટુ ધ જંગલનાં નિર્માતાઓએ પણ યુએઈમાં યોજાયેલ શિડ્યુલ રદ્દ કર્યુ છે.આ ટીમમાં રવિના ટંડન, દિશા પટ્ટણી, અર્શદ વારસી, જૅકલીન ફનાર્ન્ડિઝ, લારા દત્તા અને શ્રેયસ તલપદે સહિત અનેક કલાકારોનો સમાવેશ થાય છે. શરૂઆતમાં તેઓ ભવ્ય ગીતના શૂટ માટે દુબઈ જવાનાં હતાં. પરંતુ પરિસ્થિતિ સ્થિર ન થતાં, નિર્માતાઓએ આખું શિડ્યુલ હવે મુંબઈમાં શિફ્ટ કરવાનો ર્નિણય લીધો છે.એક સુત્રે જણાવ્યું હતું, “મઢ આઈલેન્ડ, ગોલ્ડન ટોબેકો સ્ટુડિયો અને ગોરેગાંવના ફિલ્મ સિટીમાં વિશાળ સેટ્સ તૈયાર કરવામાં આવશે. પ્રોડક્શન ડિઝાઇનર સૈલેશ મ્હાડિક દ્વારા બનાવાયેલા આ સેટ્સમાં નાઇટક્લબ્સ, કેસિનો અને પ્રાઈવેટ જેટ્સ દર્શાવવામાં આવશે.
અહેમદ અને નિર્માતા ફિરોઝ એ. નડિયાદવાલાએ આ ગીતને ગ્લેમરસ રીતે રજૂ કરવાનો વિચાર કર્યાે હતો, જેમાં અમીર લોકોની લાઇફસ્ટાઈલ બતાવવામાં આવે. તેથી દુબઈ આ માટે પરફેક્ટ લોકેશન હતું. યુનિટે એક મહિનો રાહ જાેઈ, પરંતુ પરિસ્થિતિ સુધરી નહીં, એટલે લોકેશન બદલી દેવું પડ્યું.”ફિલ્મનાં ડિરેક્ટર અહમદ ખાને આ અંગે જણાવ્યું, “નિર્માતા ફિરોઝ એ. નડિયાદવાલા અને મેં આ ગીતને ગ્લેમરસ રીતે રજૂ કરવાની કલ્પના કરી હતી, જેમાં અમીર લોકો કેવી રીતે શાનદાર જીવન જીવે છે તે બતાવવામાં આવે. દુબઈ આ માટે ઉત્તમ સ્થાન હતું અને અમે લગભગ એક મહિનો રાહ જાેઈ. પરંતુ પરિસ્થિતિ સુધરી નહીં, તેથી અમે શૂટ મુંબઈમાં ખસેડવાનો ર્નિણય લીધો. હવે અમે આ ગીતનું શૂટ મુંબઈમાં કરીશું. આ સમગ્ર કાસ્ટ સાથેનું ગ્લેમરસ ગીત છે અને અમે આ વિઝનને સાકાર કરવા માટે ઉત્સાહિત છીએ.” આ ગીતનું શૂટ ૧૫ એપ્રિલથી શરૂ થવાનું છે અને તેને ભવ્ય સ્તરે તૈયાર કરવામાં આવશે, જેમાં આંતરરાષ્ટ્રીય લોકેશન્સ જેવું વૈભવી બેકગ્રાઉન્ડ સર્જવામાં આવશે.સિદ્ધાર્થ આનંદ દ્વારા દિગ્દર્શિત અને શાહરૂખ ખાનની આવનારી એક્શન એન્ટરટેઈનર કિંગના શૂટિંગ શિડ્યુલમાં પણ ફેરફાર થયો છે, કારણ કે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભૂરાજકીય તણાવને કારણે દુબઈમાં યોજાયેલ શૂટ રદ્દ કરવામાં આવ્યું છે.અહેવાલ મુજબ, અનિલ કપૂર અને સુહાના ખાન સાથેનું એક ડેઝર્ટ એક્શન સિક્વન્સ પહેલાં ૯ એપ્રિલથી દુબઈમાં શૂટ થવાનું હતું. આ શિડ્યુલ લગભગ એક અઠવાડિયા સુધી ચાલવાનું હતું અને ટીમે ત્યાં શૂટ માટે જરૂરી તમામ પરવાનગીઓ પણ મેળવી લીધી હતી. જાેકે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ યોજના બદલવામાં આવી.એક સૂત્રએ જણાવ્યું,“સિદ્ધાર્થની કલ્પના મુજબ સેટ-પીસનો સ્કેલ રિયલ લોકેશન જેવું રહે તે માટે તેમણે કોઈ કમી છોડી નથી. હકીકતમાં, સ્ટુડિયો સેટમાં શૂટ કરવાથી તેમને એક્શન અને લાઇટિંગ પર વધુ નિયંત્રણ મળી શકે છે. સિક્વન્સ ચેઝથી શરૂ થાય છે અને પછી ઇન્ટેન્સ ઘર્ષણમાં પરિવર્તિત થાય છે.”કિંગમાં પણ મોટી એન્સેમ્બલ કાસ્ટ છે. શાહરૂખ ખાન, સુહાના ખાન અને અનિલ કપૂર ઉપરાંત, ફિલ્મમાં અભિષેક બચ્ચન, રાણી મુખર્જી, દીપિકા પાદુકોણ, અરશદ વારસી, જયદીપ અહલાવત, સૌરભ શુક્લા, અભય વર્મા અને રાઘવ જુયાલ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જાેવા મળશે.




