
ફિલ્મ ૧ મે, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે મિરાન્ડાએ ‘ધ ડેવિલ વેર્સ પ્રાડા ૨’ માટે એન્ડી પાસેથી પ્રેરણા લીધી
મૂળ ફિલ્મ લેખિકા લોરેન વાયઝબર્ગરની ૨૦૦૩ની નવલકથા પર આધારિત હતી, જેમાં એક યુવા મહિલાનો ફેશન મેગેઝિનમાં કામ કરતી વખતેનો અનુભવ દર્શાવવામાં આવ્યો છે. મેરીલ સ્ટ્રીપ અને એન હેથવે એ આખરે ‘ધ ડેવિલ વેર્સ પ્રાડા ૨’નું પ્રમોશન વર્લ્ડ વાઇડ શરૂ કરી દીધું છે. ત્યારે તેમની આ પ્રેસ ટૂર દરમિયાન તાજેતરમાં જ મેરીલ સ્ટ્રીપે એક એવું ફેશન સ્ટેટમેન્ટ આપ્યું, જેનાથી તે ઇન્ટરનેટ પર છવાઈ ગઈ છે. મેરીલ હવે આઇકોનિક મિરાન્ડા પ્રિસ્ટલી તરીકે પરત આવી રહી છે. તાજેતરમાં એક શો માટે, મેરિલ સ્ટ્રીપે ધ ડેવિલ વીયર્સ પ્રાડામાંથી પ્રખ્યાત સેર્યુલિયન બ્લુ સ્વેટર પહેરવાનું પસંદ કર્યું હતું. પહેલી ફિલ્મના ચાહકોને યાદ હશે કે મિરાન્ડાએ એન્ડી (જેનું પાત્ર એન હેથવે ભજવે છે)ને તેમની પહેલી મુલાકાત દરમિયાન આ બ્લુ સ્વેટર પહેરવા માટે જજ કરી હતી, જે પછી ફિલ્મની એક આઇકોનિક મોમેન્ટ બની ગઈ હતી.
બે દાયકાઓ પછી, મેરિલે એ જ લૂક ફરી અપનાવ્યો અને ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી.ધ ડેવિલ વીયર્સ પ્રાડા ૨માં મેરિલ સ્ટ્રીપ, એન હેથવે, એમિલી બ્લન્ટ અને સ્ટેનલી ટૂચીને ફરી ન્યૂ યોર્ક સિટીની ફેશનભરી ગલીઓ અને રનવે મેગેઝિનના સ્ટાઇલિશ ઓફિસમાં લાવશે. મૂળ મુખ્ય કલાકારોને ર્નિદેશક ડેવિડ ળેન્કલ અને લેખિકા એલાઇન બ્રોશ મેકેના સાથે ફરી જાેડતા, આ ફિલ્મમાં નવા પાત્રો પણ જાેડાવાના છે. ફિલ્મ ૧ મે, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.લગભગ બે દાયકાઓ પછી આ ફિલ્મની સિક્વલ આવી રહી છે. આ ફિલ્મનાં મેરિલ સ્ટ્રીપને મિરાન્ડા પ્રિસ્ટલી તરીકેના તેમના અભિનય માટે વ્યાપક પ્રશંસા મળી હતી. ત્યારે આ શો પર છેલ્લા બે દાયકામાં આવી ફિલ્મ પ્રત્યે ઇન્ડસ્ટ્રી અને તેના અભિગમમાં કેટલો બદલાવ આવ્યો છે તે વિશે તેમણે જણાવ્યું હતું.મેરિલે કહ્યું કે પહેલી ફિલ્મને ખૂબ ઓછું બજેટ આપવામાં આવ્યું હતું અને તેમણે ઉમેર્યું, “મારું કહેવું છે કે, ૨૦ વર્ષ પહેલા તેને ‘ચિક ફ્લિક’ ગણાવવામાં આવી હતી અને એ લેબલ હવે દૂર થઈ ગયું છે. બાર્બી અને મમ્મા મિયા જેવી ફિલ્મો પછી એ લેબલ ટક્યું નથી. તેથી અમારે અમારા બજેટ માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. અન્ય ફિલ્મોની સરખામણીમાં તેઓ જેટલો ખર્ચ કરે છે તેના મુકાબલે બાર્બી માટે પણ થોડું એવું જ હતું. પરંતુ આ વખતે તેમણે પૈસા ખર્ચ્યા છે.”મૂળ ફિલ્મ લેખિકા લોરેન વાયઝબર્ગરની ૨૦૦૩ની નવલકથા પર આધારિત હતી, જેમાં એક યુવા મહિલાનો ફેશન મેગેઝિનમાં કામ કરતી વખતેનો અનુભવ દર્શાવવામાં આવ્યો છે. મેરિલે મિરાન્ડા પ્રિસ્ટલી તરીકે અભિનય કર્યાે હતો, જે કલ્પિત રનવે મેગેઝિનની વગદાર અને નિષ્ઠુર એડિટર-ઇન-ચીફ છે. ૨૦૦૬માં રિલીઝ થયેલી આ ફિલ્મ મોટી વ્યાવસાયિક સફળતા સાબિત થઈ હતી અને વિશ્વભરમાં ઇં૩૨૬.૭ મિલિયનની કમાણી કરી હતી. આ ફિલ્મ માટે મેરિલને કોમેડીમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો હતો અને ઑસ્કર માટે નોમિનેશન પણ મળ્યું હતું. સિક્વલમાં મૂળ કલાકારો એન હેથવે, મેરિલ સ્ટ્રીપ, એમિલી બ્લન્ટ અને સ્ટેનલી ટૂચી ફરી જાેવા મળશે, સાથે જ ર્નિદેશક ડેવિડ ળેન્કલ અને પ્રોડ્યુસર વેંડી ફાઇનર્મેન પણ પરત આવી રહ્યા છે.




