
રાજસ્થાનમાં કરા પડ્યા; યુપીમાં ૫ના મોત એપ્રિલમાં આભ ફાટ્યું! ૧૧ રાજ્યોમાં વરસાદનું ઍલટ પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં ૫ એપ્રિલ તેમજ ૭ અને ૮ એપ્રિલ વચ્ચે બે વાર વેધર એક્ટિવિટી જાેવા મળશે દેશભરમાં ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ હવામાને ફરી એકવાર પોતાના રંગરૂપ બદલ્યા છે. દિલ્હી અને પંજાબ સહિત ૧૧ રાજ્યોમાં ભારે વરસાદનું ઍલર્ટ આપવામાં આવ્યું છે. મધ્યપ્રદેશમાં શુક્રવારે ૩૬ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો, જ્યારે આજે ત્યાં કરા પડવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં પણ ગઈકાલે સાંજે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો.
એપ્રિલ મહિનામાં વાતાવરણમાં અચાનક આવેલા પલટાએ સૌને ચોંકાવી દીધા છે. દેશના અનેક ભાગોમાં માવઠાનો દોર ચાલી રહ્યો છે.IMD ની આગાહી મુજબ અત્યારે એક જાેખમરૂપ પ્રી-મોન્સૂન વેધર સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જે અલગ-અલગ હિસ્સાઓમાં એકસાથે નહીં દેખાય પરંતુ તે મોટા ભાગના વિસ્તારોને પ્રભાવિત કરશે. ૦૮ એપ્રિલ સુધીમાં ઉત્તર ભારતમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દસ્તક આપી રહ્યા છે. મેદાની વિસ્તારોમાં તેનું સપોર્ટ સર્ક્યુલેશન સરહદ પારથી ઇન્ડો-ગેન્ગેટિક મેદાનો સુધી પહોંચશે. વાદળોની એક લાંબી પટ્ટી, જે હાલ ઉત્તરી અફઘાનિસ્તાનથી અરબી સમુદ્ર સુધી ફેલાયેલી છે, તેના કારણે પંજાબથી લઈને ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી વરસાદી માહોલ છવાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં ૦૫ એપ્રિલ તેમજ ૦૭ અને ૦૮ એપ્રિલ ૨૦૨૬ વચ્ચે બે વાર વેધર એક્ટિવિટી જાેવા મળશે. આ દરમિયાન ઉત્તર અને મધ્ય રાજસ્થાન, દિલ્હી અને ઉત્તર મધ્યપ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ૪-૫ એપ્રિલે ગતિવિધિ થોડી ઓછી થશે, પરંતુ ૭-૮ એપ્રિલે ફરી જાેર પકડશે. તમિલનાડુમાં પણ વીજળી પડવાની શક્યતા છે.
રાજસ્થાનમાં શુક્રવારે રણ પ્રદેશ ગણાતા જેસલમેર અને બીકાનેર, ગંગાનગરમાં ભારે કરા પડ્યા હતા. અજમેર-બ્યાવરમાં વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને પતરાં ઉડી ગયા હતા. આગામી ત્રણ દિવસ આવું જ વાતાવરણ રહેવાનું અનુમાન છે. ઉત્તર પ્રદેશની કોસીકલા અનાજ મંડીમાં વરસાદને કારણે ૧૦ હજાર બોરીઓમાં રાખેલું ૫ હજાર ક્વિન્ટલ ઘઉં પલડી જતાં મોટું નુકસાન થયું છે. ેંઁમાં વીજળી પડવાથી અત્યાર સુધીમાં ૫ લોકોના મોત થયા છે. હિમાચલના શિમલામાં તોફાન સાથે વરસાદ અને લાહૌલ સ્પીતિ તેમજ કેદારનાથમાં હિમવર્ષા થતાં ઠંડક પ્રસરી ગઈ છે.
પાંચ હજાર કિ.મી. દૂર ઉદ્ભવેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઈરાન થઈને ગુજરાત આવ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં હાલ કમોસમી અને તોફાની માવઠાનો માહોલ સર્જનાર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કાળા સમુદ્ર અને કેસ્પિયન સમુદ્ર પાસેના ભૂમધ્ય સમુદ્ર આસપાસના વિસ્તારમાં સર્જાય છે, જે ગુજરાતથી આશરે ૪,૦૦૦થી ૫,૫૦૦ કિ.મી. દૂર છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિડલ ઈસ્ટ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન થઈને ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ વધીને ગુજરાત સુધી પહોંચે છે. કુલ ૯,૦૦૦ કિ.મી.નો પ્રવાસ ખેડતી આ સિસ્ટમ જમીન અને સમુદ્રમાંથી ભેજ ખેંચતી હોવાથી તેની અસર વર્તાઈ રહી છે. હજારો કિ.મી. દૂર ઊંચા સ્તરે સર્જાતી આ સિસ્ટમ જેટ સ્ટ્રીમ (જે જમીનથી ૯થી ૧૬ કિ.મી. ઊંચાઈએ કલાકના ૨૦૦થી ૩૦૦ કિ.મી.ની તીવ્ર ગતિએ ફૂંકાય છે)ને કારણે ઝડપથી આગળ ધસી આવે છે.




