
એક્ટ્રેસના ચહેરા પર જાેવા મળી કંઈક અલગ જ ખુશી એક્ટ્રેસ સોનમ કપૂરે બીજા દીકરાનો શેર કર્યો પહેલો ફોટો સોનમ કપૂર બીજી વાર માતા બન્યાના ૫ દિવસ પછી બીજા દીકરાની ઝલક ફેન્સ સાથે શેર કરી છે સોનમ કપૂર આ દિવસોમાં બીજી વાર માતા બની છે. એક્ટ્રેસે ૨૯ માર્ચના રોજ બીજા દીકરાનું આ દુનિયામાં સ્વાગત કર્યું છે. ત્યારબાદ સેલિબ્રિટીથી લઈને અનેક લોકોએ એક્ટ્રેસને અભિનંદન પાઠવ્યા છે. જાે કે લેટેસ્ટમાં એક્ટ્રેસે સોનમ કપૂરે બીજા બાળકની પહેલી ઝલક બતાવી છે. સોનમ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર બીજા બાળક સાથે મસ્ત ફોટો શેર કર્યો છે.
તસવીરમાં સોનમ તેના દીકરાની સાથે મસ્ત પોઝ આપતી જાેવા મળી રહી છે. આ સાથે એક્ટ્રેસે મસ્ત કેપ્શન પણ લખ્યું છે.
સોનમ કપૂર બીજી વાર માતા બન્યાના ૫ દિવસ પછી બીજા દીકરાની ઝલક ફેન્સ સાથે શેર કરી છે. એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર ૨ ફોટા શેર કર્યા છે, જેમાં એક તસવીરમાં દીકરાને ગળે મળીને પોઝ આપે છે તો બીજી તસવીરમાં આઇવી ડ્રિપ લગાવેલી છે. આ સાથે ચહેરા પર કંઈક અલગ જ ખુશી દેખાઈ રહી છે. આ તસવીર ફેન્સને ખૂબ પસંદ પડી રહી છે.
સોનમ કપૂરે લેટેસ્ટમાં તસવીર શેર કરતા લખ્યું છે કે, “આ હું શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી. મારા બીજા પુત્રના સ્વાગત માટે એચ.એન. રિલાયન્સ હોસ્પિટલનો હૃદયપૂર્વક આભાર માનું છું. મારા ડોક્ટરનો વિશેષ ધન્યવાદ. આ સાથે જેમણે મારી પ્રેગનન્સી દરમિયાન મને ગાઇડ કરી તેનો પણ ધન્યવાદ. ” સોનમ અને આનંદ.
ઉલ્લેખનીય છે કે, સોનમ કપૂર અને આનંદ આહુજાએ વર્ષ ૨૦૧૮માં લગ્ન કર્યા હતા. બંનેની પહેલી મુલાકાત વર્ષ ૨૦૧૫માં પ્રેમ રતન ધન પાયોના પ્રમોશન દરમિયાન થઈ હતી. લાંબા સમય પછી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કર્યા અને વર્ષ ૨૦૨૨માં સોનમે તેના પહેલા દીકરાને જન્મ આપ્યો, જેનું નામ વાયુ છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો સોનમ લાંબા સમયથી ફિલ્મી પડદાથી દૂર છે. લાસ્ટમાં સોનમ વર્ષ ૨૦૨૩માં બ્લાઇન્ડમાં જાેવા મળી હતી. આમ, વાત કરવામાં આવે તો સોનમ આજે લાખો લોકોના દિલમાં રાજ કરે છે.




