
વોર્નર વિરુદ્ધ આગામી મહિને કોર્ટમાં સુનાવણી દારૂ પીને કાર ચલાવવાના આરોપમાં દિગ્ગજ ક્રિકેટરની ધરપકડ કરાઇ પોલીસની ટીમ પાંચમી એપ્રિલે સાંજે સિડનીના મારૌબરામાં શ્વાસ પરિક્ષણ કરી હતી આ દરમિયાન ત્યાં વોર્નરને અટકાવાયો હતો
ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ પૂર્વ ક્રિકેટ ડેવિડ વોર્નર કાયદાકીય મુશ્કેલીમાં ફસાયો છે. તેના પર ઓસ્ટ્રેલિયામાં દારુ પીને કાર ચલાવવાના આરોપ લાગ્યો છે. ઓસ્ટ્રેલિયન પોલીસે વોર્નરની ધરપકડ કરી હતી, જાેકે પછી તેને છોડી દેવાયો છે. હવે વોર્ન પીએસએલમાં રમવા માટે ફરી પાકિસ્તાન પહોંચી ગયો છે. ૩૯ વર્ષિય વોર્નર કરાંચી કિંગ્સનો કેપ્ટન છે. કરાંચી ટીમની પ્રથમ મેચ બે એપ્રિલે રમાઈ હતી, ત્યારબાદ ટીમની મેચ ૯ એપ્રિલે રમાવાની હોવાથી, વચ્ચે સમયગાળો વધુ હોવાના કારણે વોર્નર પરિવાર સાથે સમય વિતાવવા માટે ઓસ્ટ્રેલિયા ગયો હતો.
વોર્નર પર દારુ પીને ગાડી ચલાવાવનો આરોપ લાગ્યો છે. પોલીસની ટીમ પાંચમી એપ્રિલે સાંજે સિડનીના મારૌબરામાં શ્વાસ પરિક્ષણ કરી હતી. આ દરમિયાન ત્યાં વોર્નરને અટકાવાયો હતો, જ્યાં પોલીસે તેની પાસે જઈને બ્રેથ ટેસ્ટ કર્યું હતું, જેમાં તે પોઝિટિવ હોવાનું સામે આવતા જ પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસ વોર્નરને મારૌબરા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસે વોર્નર સામે કેસ દાખલ કર્યો હતો. હવે આ મામલે આગામી મહિને સુનાવણી થશે, જેમાં વોર્નરે કોર્ટમાં હાજર થવું પડશે.
ઓસ્ટ્રેલિયાના સૌથી શ્રેષ્ઠ ઓપનિંગ બેટર ગણાતા વોર્નરે ૨૦૨૪માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જાેકે તેણે બિગ બેશ લીગ સહિતની અન્ય ફેરન્ચાઈઝીમાં રમવાનું ચાલુ રાખ્યું છે. PSL-૨૦૨૬માં વોર્નરની ટીમ કરાંચી કિંગ્સ સતત ત્રણ મેચ જીતી ગઈ છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમાંકે છે. હવે કરાંચી ટીમ ૯મી એપ્રિલે પેશાવર જાલમી સામે ટકરાવાની છે.
ડેવિડ વોર્નરે ઓસ્ટ્રેલિાય માટે કુલ ૧૧૨ ટેસ્ટ, ૧૬૧ વન-ડે અને ૧૧૦ ્૨૦ ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેણે આ ત્રણે ફોર્મેટમાં કુલ ૧૫૦૦૦થી વધુ રન નોંધાવ્યા છે. જ્યારે વોર્નર ૨૦૧૬માં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)નો સુકાની હતો, ત્યારે ટીમ ચેમ્પિયન બની હતી. વોર્ન છેલ્લે ૨૦૨૪માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમ્યો હતો. જ્યારે IPL અને ૨૦૨૬માં કોઈપણ ફ્રેન્ચાઈઝીએ વોર્નરને ખરીદ્યો ન હતો.




