
કરોડોનું દાન મળ્યા બાદ ભારતીયોનો માન્યો આભાર ઈરાની દૂતાવાસે મદદ માટે જાહેર કરેલા બેન્ક ખાતા અને QR કોડ કર્યા બંધ લોકોએ સોનું, ચાંદી અને વાસણો પણ આપ્યા દાનમાં અમેરિકા સામે યુદ્ધ લડી રહેલા ઈરાનના સમર્થનમાં ભારતીયોએ મોટી સંખ્યામાં દાન આપ્યું. ખાસ કરીને કાશ્મીરના લોકોએ માત્ર રોકડ જ નહીં, પરંતુ સોનું-ચાંદી અને પિત્તળ-તાંબાના વાસણો આપીને પણ મદદ કરી છે. આ ઉપરાંત ઈરાની દૂતાવાસે એક ઊઇ કોડ પણ જાહેર કર્યો હતો, જેના દ્વારા આર્થિક મદદ મોકલી શકાતી હતી, પરંતુ હવે આ ઊઇ કોડ બંધ કરી દેવામાં આવ્યો છે. આ જાણકારી ખુદ ઈરાની દૂતાવાસે આપી છે.
ભારતમાં આવેલા ઈરાનના દૂતાવાસે ઊઇ કોડ શેર કરતા લખ્યું કે, “ભારતના લોકો દ્વારા આપવામાં આવેલા પ્રશંસનીય સહયોગ અને સમર્થન બદલ આભાર. જાણ કરવામાં આવે છે કે, દૂતાવાસના તે બેન્ક ખાતાઓ, જે અગાઉ આર્થિક સહાય મેળવવા માટે જાહેર કરવામાં આવ્યા હતા, તે હવે બંધ કરી દેવામાં આવ્યા છે. તેથી આપને વિનંતી છે કે, આ ખાતાઓ અથવા દૂતાવાસના નામે દર્શાવવામાં આવતા અન્ય કોઈ પણ ખાતામાં રૂપિયા ન મોકલવા.”.
જે સમયે ઈરાન, અમેરિકા-ઈઝરાયેલ સામે યુદ્ધ લડી રહ્યું હતું, ત્યારે ભારત સહિત અનેક દેશોમાં તેના માટે આર્થિક મદદ એકઠી કરવામાં આવી હતી. ભારતમાં ખાસ કરીને કાશ્મીરમાં કરોડો રૂપિયાનું દાન એકઠું થયું. આ દરમિયાન લોકોએ માત્ર રૂપિયા જ નહીં, પણ સોના-ચાંદીના દાગીના પણ દાન કર્યા.
નાની બાળકીઓએ પોતાની કાનની બુટ્ટીઓ આપી દીધી અને અસંખ્ય બાળકોએ પોતાના ગલ્લા (પિગી બેન્ક) પણ દાન કરી દીધા હતા.
આ ઉપરાંત ઘણી જગ્યાએથી ખૂબ જ ભાવુક કરી દે તેવી કિસ્સા પણ સામે આવ્યા છે. એક વ્યક્તિએ ઈરાનના નામે પોતાની મરઘી દાનમાં આપી હતી. જાે કે, તેણે સીધી મરઘી દાનમાં નહોતી આપી, પરંતુ પહેલા તેની હરાજી કરી હતી, જેમાં તે ૧.૨૫ લાખ રૂપિયામાં વેચાઈ હતી. ત્યારબાદ મરઘીના માલિકે તે તમામ રકમ ઈરાનને દાનમાં આપી દીધી. ઈરાની દૂતાવાસે પણ એક મહિલાનો ફોટો શેર કરતા ભાવુક કિસ્સો જણાવ્યો હતો કે, એક મહિલાએ તો પોતાના પૂર્વજાેની છેલ્લી નિશાની તરીકે રાખેલા દાગીના પણ ઈરાનના નામે દાન કરી દીધા હતા.




