
મુખ્ય કલાકારો સિવાય લેસ્લી મેનવિલ અને એશ્લી કમિંગ્સ પણ પરત ફરશે પ્રિયંકા ચોપરા અને રિચર્ડ મેડન સિટેડેલ ૨થી ફરી એક્શન સાથે વાપસી કરશે નવા ચહેરાઓમાં જેક રેનોર હચ તરીકે, મેટ બેરી ફ્રેન્કી શાર્પ તરીકે અને લિના એલ અરબી સેલિન તરીકે જાેવા મળશે પ્રિયંકા ચોપરાની સિટાડેલ સીઝન ૨નું નવું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જે આ લોકપ્રિય સ્પાય થ્રિલર સિરીઝ ફરી આવી રહી છે, તે નક્કી થઈ ગયું છે.
આ સિરીઝમાં પ્રિયંકા ચોપરા (નાદિયા સિંહ) અને રિચર્ડ મેડન (મેસન કેન) ફરી સ્પાય તરીકે જાેવા મળશે, સાથે આ સીઝનમાં સ્ટેનલી ટૂશી પણ બર્નાર્ડ ઓર્લિક તરીકે પરત ફરશે.સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયો દ્વારા કન્ફર્મ કરવામાં આવ્યું છે કે નવી સીઝનમાં કુલ ૭ એપિસોડ હશે અને તે ૬ મે ૨૦૨૬થી વિશ્વના ૨૪૦ દેશોમાં રિલીઝ થશે. ટ્રેલરમાં નાદિયા, મેસન અને બર્નાર્ડ ફરી એકસાથે આવીને એક નવી ખતરનાક શક્તિ સામે લડતા જાેવા મળે છે, જે સમગ્ર સિસ્ટમને જાેખમમાં મુકે છે. માનવજાતને બચાવવા માટે તેમને નવી ટીમ બનાવવી પડશે અને નવા સભ્યોને જાેડવા પડશે. આ વખતે વિશ્વનાં શક્તિશાળી પરિવારો પાછળથી ષડયંત્ર કરતા દેખાય છે, જેના કારણે મિશન વધુ મુશ્કેલ બને છે.મુખ્ય કલાકારો સિવાય લેસ્લી મેનવિલ અને એશ્લી કમિંગ્સ પણ પરત ફરશે. નવા ચહેરાઓમાં જેક રેનોર હચ તરીકે, મેટ બેરી ફ્રેન્કી શાર્પ તરીકે અને લિના એલ અરબી સેલિન તરીકે જાેવા મળશે. સાથે મર્લ ડાન્ડ્રિજ, ગેબ્રિયલ લિઓન અને રૈના વલ્લાન્ડિંગહામ પણ જાેવા મળશે.આ શો ત્રણ વર્ષના ગેપ પછી પરત આવી રહ્યો છે. પહેલી સીઝન ૨૮ એપ્રિલ ૨૦૨૩એ રિલીઝ થઈ હતી અને ત્યારથી આ ફ્રેન્ચાઇઝીના અનેક સ્પિન-ઓફ્સ પણ આવ્યા છે, જેમ કે સિટાડેલ: ડાયાના (ઇટાલિયન વર્ઝન) અને સિટાડેલ: હની બની (ભારતીય વર્ઝન). સિટાડેલ સીઝન ૨ ૬ મે ૨૦૨૬થી પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે.



